આ ૬ વસ્તુ નું અપમાન ક્યારેય ન કરતા નહીંતર ભોગવવું પડશે ગંભીર પરિણામ

Dharma

શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણએ જ્ઞાન અને નીતિના ઘણા ઉપદેશ આપ્યા હતા. તે ઉપદેશોમા 6 લોકો વિશે કહેવામાં આવ્યું છે કે જો તેઓ ખરાબ વિચારે છે અથવા તેમનુ અપમાન કરે છે તો તેના ખરાબ પરિણામો ભોગવવા પડે છે. જે આ શ્લોક માં સમજાવવામાં આવ્યું છે.

यदा देवेषु वेदेषु गोषु विप्रेषु साधुषु।

धर्मो मयि च विद्वेषः स वा आशु विनश्यित।।

અર્થાત-જે વ્યક્તિ દેવ-દેવો, વેદો, ગાય, બ્રાહ્મણો, સાધુઓ અને ધર્મનાં કાર્યો વિશે ખરાબ વિચાર કરે છે તેનો જલ્દીથી નાશ થાય છે. અહી સ્પષ્ટ કરવુ જરૂરી છે કે વૈદિક નિયમોને અનુસરીને ‘બ્રહ્મા સત્ય છે’ એમ ગણવામા આવે છે. જન્મથી કોઈ બ્રાહ્મણ હોતુ નથી.

૧) દેવ :- દેવી અથવા દેવતાઓનુ અપમાન કરવાવાળા લોકો લાંબા સમય સુધી ટકી શકતા નથી. તેનો એક દિવસ નાશ થાય છે. પછી ભલે તે હિરણ્યકશ્યપ હોય કે પછી રાવણ.

૨) વેદ :- ૯૯ ટકા કરતા વધારે હિંદુઓએ વેદો વાંચ્યો નથી તેથી તેમના વિશે કંઈ પણ ખરાબ વિચારવુ કે બોલવુ એ ગુનો માનવામાં આવે છે. વેદ ભગવાનના વાક્યો છે. પ્રાચીન કાળથી વેદોનુ અપમાન કરનારાઓને ભગવાનની સજા ભોગવી પડે છે. તેથી દરેક હિન્દુઓને વેદ નહિ તો ઉપનિષદ, ઉપનિષદ નહિ તો ગીતા વાચો. ધર્મનો સાચો માર્ગ જાણવા મળશે.

૩) ગાય :- દરેક વખતે ગાયનુ અપમાન થાય અથવા તેની હત્યા થાય ત્યારે દરેકને દંડ સહન કરવો પડે છે. ગાયમા તમામ દેવી-દેવતાઓ વસે છે. ૮૪ લાખ યોનીમાથી પસાર થયા પછી ગાય અથવા બળદના આત્માનો અંતિમ જન્મ માનવામા આવે છે.

૪) બ્રાહ્મણ :- બ્રાહ્મણ કોને કહે છે જે બ્રહ્મને માને અને જાણે છે. જે રોજિંદા જીવનમા કર્મકાંડ અને વેદપાઠ કરે છે. જન્મથી કોઈ બ્રાહ્મણ હોતુ નથી. જે વ્યક્તિ દુનિયામા જીવે છે અને પોતાનુ આખુ જીવન ધર્મના કામમા સમર્પિત કરે છે તેનુ ક્યારેય અપમાન ન કરવુ જોઈએ.

૫) સાધુ :- સાધુ કે ઋષિ મુનિઓ બ્રાહ્મણોની જેમ સંસારમા રહીને કામ કરતા નથી. તેઓ જંગલ અથવા આશ્રમમા અથવા પરિવ્રાજક તરીકે રહે છે. સંન્યાસ આશ્રમમા ફક્ત કુશળ વ્યક્તિને ઋષિ કહેવામા આવે છે. દરેક વ્યક્તિએ હંમેશા ઋષિ-મુનિઓનો આદર કરવો જોઈએ. ઋષિઓના મોંમાથી નીકળેલા શબ્દો શ્રાપ અથવા વરદાનમા સફળ થાય છે.

૬) ધર્મ અને કર્મની વાતો :- ધર્મ અને કર્મની વાતોનુ ક્યારેય અપમાન ન કરવુ જોઇએ અને મજાક ઉડાવવો જોઈએ નહી. અશ્વત્થામાએ ધર્મની નિંદા અને અધર્મના ટેકાને લીધે જ ભગવાન શ્રીકૃષ્ણએ તેને દર બદર ભટકવાનો અને તેની મુક્ત ન થવા માટે શ્રાપ આપ્યો હતો. જો કોઈ વ્યક્તિ આવુ કરે છે, તો તેણે એવુ ન વિચારવુ જોઈએ કે તેને જોનાર, સાંભળનાર અને શ્રાપ આપનાર કોઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *