ભૂલથી પણ બેડની નીચે ન રાખો કોઇ સામાન, નહીતર ભંગ થઇ જશે પરિવારની સુખ-શાંતિ…

Dharma

વાસ્તુ શાસ્ત્ર કઇ દિશામાં કઇ વસ્તુ રાખવી જોઇએ તેના વિશે જણાવવાની સાથે જ ઘરમાં રહેલા વાસ્તુ દોષ દૂર કરવામાં પણ મદદ કરે છે. એવી માન્યતા રહેલી છે કે વાસ્તુના નિયમોનું પાલન ન કરવાથી જે તે વ્યક્તિનું સ્વાસ્થ્ય જ નહી, પરંતુ તેની આર્થિક અને સામાજિક સ્થિતિ પર પણ ખરાબ પ્રભાવ પડે છે. ઘણીવાર તમને પણ એવો અનુભવ થયો હશે કે પથારીમાં સુવા છતાં પણ ઉંઘ આવતી નથી, ખરાબ સપના આવે છે અને ઉંધ દરમિયાન અચાનક આંખ ખુલી જાય છે. તેનું કારણ બેડરૂમમાં રહેલો વાસ્તુ દોષ હોઇ શકે છે.

બેડની નિચે બોક્ષ બનાવી તેમાં સામાન રાખશો નહી:-

વાસ્તુ શાસ્ત્રના એક્સપર્ટનું માનવું છે કે પથારી કે પલંગ નીચે રાખવામાં આવતી વસ્તુઓ બેડરૂમમાં વાસ્તુદોષનું કારણ બને છે. હાલ ઘરમાં જગ્યા ઓછી હોવાના કારણે મોટાભાગના લોકો બેડની નીચે ખાનું બનાવીને તેમાં ઘરનો વધારાનો સામાન ભરી દે છે. પરંતુ વાસ્તુ એક્સપર્ટનું માનીએ તો આમ બિલકુલ ન કરવું જોઇએ.

નકારાત્મક ઉર્જા વધે છે:-

વાસ્તુ મુજબ તમારા બેડ નીચેનો ભાગ હવાઉજાસવાળો અને સંપૂર્ણરીત સાફ હોવો જોઇએ. તેનાથી બેડરૂમમાં સકારાત્મકતા એટલે કે પોઝિટિવિટી જળવાઇ રહે છે અને ત્યાં ઉંઘનાર વ્યક્તિને સારી ઉંઘ આવે છે. પણ જો પથારી નીચે ઘરનો સામાન રાખવામાં આવે તો તેનાથી બેડરૂમમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને તમારી મેરેજ લાઇફમાં સમસ્યાઓ ઉભી થવા લાગે છે. એટલું જ નહી આમ કરવાથી ઘરની સુખ શાંતિ ભંગ થઇ જશે.

બેડને લઇને આ વાતોનું રાખો ધ્યાન…

બેડરૂમમાં પોતાના બેડ અથવા પથારીને દીવાલથી એકદમ અડાવીને ન રાખો. બેડ સંપૂર્ણપણે સમતોલ હોવો જોઇએ. કોઇપણ ભાગ ઉપસેલો કે બેડ પર ખાડો ન હોવો જોઇએ.

બેડ જ નહી પરંતુ ગાદલાના નીચે પણ કોઇ વસ્તુ ન રાખો, બેડ હંમેશા લાકડાનો હોવો જોઇએ તેને બેડરૂમના દક્ષિણ અથવા પશ્વિમ ભાગમાં રાખવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *