41 વર્ષ જંગલમાં રહેવા વાળા અસલી ટારઝનનું અવસાન, સ્ત્રી શું હોય છે, નહોતી ખબર, આ આદતે લઈ લીધી જીંદગી

Uncategorized

છેલ્લાં 41 વર્ષથી, વિશ્વનો અસલી ટારઝન સભ્ય દુનિયામાં પાછા ફર્યાના માત્ર 8 વર્ષની અંદર આ દુનિયા છોડી ગયો. એવો ટારઝન, જે 41 વર્ષ સુધી નિર્જન જંગલમાં પ્રાણીઓ વચ્ચે જીવતો રહ્યો અને બચી પણ ગયો હતો, પરંતુ ‘સભ્ય દુનિયા’ માં પાછા ફર્યાના માત્ર આઠ વર્ષ પછી 52 વર્ષની વયે લીવર કેન્સરથી મૃત્યુ પામ્યો. તમે સાંભળીને આશ્ચર્ય પામશો કે જંગલોમાં રહેતા ટારઝન દુનિયા કેવી રીતે બદલાઈ ગઈ હતી.

હો વેન લેંગના પિતા તેને લઈને 1972 માં જંગલમાં ચાલ્યા ગયા હતા. ત્યારે અમેરિકા અને વિયેતનામ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને આ યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા કરવામાં આવેલા બોમ્બ ધડાકામાં તેમનો અડધો પરિવાર માર્યો ગયો હતો. ત્યાર બાદ, હે વેન લેંગ જંગલમાં જ મોટો થયો હતો અને 41 વર્ષ સુધી લોકોથી દૂર જંગલી જાનવરોની વચ્ચે જંગલમાં રહ્યો હતો અને તે દરમિયાન શારીરિક રીતે તે એકદમ સ્વસ્થ હતો.

હો વેન લેંગ ના પિતા હો વેન થાન એક વિયેતનામી સૈનિક હતા જે વિયેતનામ યુદ્ધ દરમિયાન પોતાના નાના બાળકનો જીવ બચાવવા જંગલોમાં છુપાય ગયા હતા. તેની પત્ની અને અન્ય બે બાળકો બોમ્બ વિસ્ફોટમાં અવસાન પામ્યા હતા. ત્યારથી પિતા અને પુત્ર જંગલોમાં રહેવા લાગ્યા. લેંગે તેના જીવનમાં અન્ય કોઈ માનવીને ક્યારેય જોયો ન હતો. તેને માનવ સંસ્કૃતિ, પહેરવેશ, ખાણી -પીણી વિશે કોઈ ખ્યાલ નહોતો.

પરંતુ વર્ષ 2013 માં તેના પિતાએ તેના ગામના લોકો સાથે સંપર્ક કર્યો ત્યારે લોકોને બંને વિશે ખબર પડી અને બંનેને મનુષ્ય વચ્ચે લાવવામાં આવ્યા. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે લેંગ માનવ સંસ્કૃતિમાં એડજસ્ટ ન થઈ શક્યા અને તેમની હાલત કથળી ગઈ અને માત્ર 8 વર્ષમાં જ લેંગે દુનિયાને અલવિદા કહી દીધું. લેંગ જંગલોમાં ખૂબ જ સ્વસ્થ જીવન જીવતા હતા. પરંતુ માણસોમાં આવતા માત્ર 8 વર્ષમાં, લેંગનું લીવર કેન્સર ના કારણે તેનું અવસાન થયું હતું.

જ્યારે તેના પિતાએ ફરી થી 2013 માં મનુષ્યો સાથે સંપર્ક કર્યો. ત્યારે તેમને જાણવા મળ્યું કે યુદ્ધ તો કેટલાય વર્ષો પહેલા જ પુરૂ થઈ ગયું હતું. પણ તેમને લાગ્યું હતું કે હજુ અમેરિકા અને વિયેતનામ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેથી તેઓ તેના દીકરા સાથે 41 વર્ષ જંગલમાં રહ્યા હતા. જો કે, જ્યારે તેને ખબર પડી કે અમેરિકા વિયેતનામ છોડી ગયું છે, ત્યારે તે ફરી એકવાર તેમના ગામમાં રહેવા પાછા આવ્યા હતા.

ડો કાસ્ટવે નામની એક કંપની છે જે લોકોને જંગલોમાં રહેવાની યુક્તિઓ શીખવે છે. એ કંપનીના એલ્વારો સેરેઝો ગામમાં રહેવા આવ્યા બાદ લેંગને મળ્યા હતા. મળતા અહેવાલ મુજબ, અલ્વારોએ જણાવ્યું હતું કે તેમનું અવસાન માનવ સભ્યતામાં આવ્યા પછી તેના જીવનમાં આવેલા પરિવર્તનને કારણે થયું છે. તેમણે કહ્યું કે લેંગે પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું શરૂ કરી દીધું છે અને આલ્કોહોલનું સેવન પણ શરૂ કર્યું હતું. આ ઉપરાંત, જંગલની સરખામણીમાં તેમની રીતભાત પણ તદ્દન અલગ થઈ ગઈ હતી. લેંગને એક સારા વ્યક્તિ તરીકે વર્ણવતા તેમણે કહ્યું કે તેમની જંગલમાં જીવવાની રીત અદભૂત હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *