વિજય રૂપાણી સ્ટેજ પર બેસવા જતા રીતસરના લાંબા થઈ ગયા, ગોવિંદ પટેલના રિએકશન પર કોઈએ ધ્યાન ના આપ્યું

News

ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા જ ઉમેદવારીપત્ર ભરાવવાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે રાજકોટમાં ભાજપના ઉમેદવારોનો ઉત્સાહ વધારવા ગયેલા વિજય રૂપાણી પોતે જ ચર્ચામાં આવી ગયા. રાજકોટના બહુમાળીભવન ચોક ખાતે આજે ભાજપના ઉમેદવારોનું સભા સંબોધીને વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું આયોજન હતું.
ટીવી ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો! અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું હાર્ટ એટેકથી મોત, જીમમાં કસરત કરતી વખતે હાલત બગડી

આ કાર્યક્રમમાં પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બધા નેતાઓનું અભિવાદન સ્વિકારતા સ્ટેજ પર આગળ વધ્યા, પરંતુ બેસવા જતાં અચાનક જ સંતુલન ગુમાવી દીધું અને પડી ગયા. જો કે આસપાસ ઉભેલા નેતાઓ તરત રૂપાણીની મદદે દોડી આવ્યા પણ રૂપાણી સાથે બનેલી આ ઘટના ખૂબ ચર્ચામાં આવી ગઈ છે. કારણકે રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈને અનેકવાર ખેંચતાણ સામે આવતી રહી છે. રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્ય ગોવિંદ પટેલે લગાવેલા વસુલીના આરોપમાં પણ પરોક્ષ રીતે રૂપાણી ચર્ચામાં આવ્યા હતા.
હવે ફરી શણગારાશે મલાઈકાની ડોલી, અભિનેત્રીએ અર્જુન સાથે લગ્ન કરવા માટે શરમાઈને કહ્યું ‘હા’

આજે પણ રૂપાણી જ્યારે ગોવિંદ પટેલનું અભિવાદન ઝીલવા ગયા ત્યારે પડી ગયા. એટલે સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાયો કે રૂપાણી અને ગોવિંદ પટેલ એક મંચ પર આવે તો કંઈક અજૂગતુ થયા વગર રહેતું નથી.

Leave a Reply

Your email address will not be published.