બોલીવુડના હીરો-હિરોઈનની જેમ ફટાફટ વજન ઘટાડવું હોય તો ખાઓ આ સુપર ફૂડ..

Life Style

મિત્રો, ગુજરાતપેજ.કોમ પર અમે વજન ઘટાડવા માટે ઉપયોગી એક લેખ પોસ્ટ કર્યો હતો. ” વજન ઓછું કરવાની 25 ટિપ્સ, કેવી રીતે વજન ઘટાડવું?” આ લેખ અત્યાર સુધી લાખો વખત વાંચવામાં આવ્યો છે અને ઘણા લોકો આ ટીપ્સનો લાભ લઈને વજન ઘટાડવામાં સફળ થયા છે.

આજે અમે તમારી સાથે વજન ઘટાડવા માટે ઉપયોગી કેટલીક ટિપ્સ જણાવીશું જે તમારા ભોજન સાથે સંકળાયેલી છે. આ ટિપ્સ દ્વારા તમને વજન ઘટાડવામાં ખુબ જ મદદ મળશે. 

જો તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો, તો તમને ઘણી બધી બાબતોનું લિસ્ટ મળશે. જે વજન ઘટાડવા માટે અસરકારક હોવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે તમે તે વસ્તુઓ વિષે વધારે જાણકારી મેળવશો તો તમને આ બધા દાવાઓ ખોટા લાગશે. તેથી અમે એક એવું લિસ્ટ તૈયાર કર્યું છે જે ખાસ કરીને વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. મોટા ભાગના જાણકાર લોકો આ લિસ્ટ સાથે સહેમત છે.

તો ચાલો જોઈએ આ લિસ્ટ 

1) ઇંડા:- ઘણા લોકો ઇંડાને કોલેસ્ટરોલની સમસ્યા સાથે જોડે છે, પરંતુ નવા અભ્યાસમાં જાણવા મળ્યું  છે કે ઇંડા રક્ત કોલેસ્ટરોલ પર ખરાબ અસર કરતા નથી અને હાર્ટ એટેકનું કારણ પણ નથી બનતા .

ઇંડા વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે. ઇંડામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, તેમાં તંદુરસ્ત ચરબી હોય છે અને ઓછી કેલરી હોવા છતાં, તમને તમારું પેટ ભરેલું લાગે છે. લગભગ દરેક પ્રકારના પોષક તત્વો ઇંડામાં જોવા મળે છે અને ડાયટિંગ દરમિયાન તમારા શરીરને જોઇતા પોષક તત્ત્વો આહાર દરમિયાનપૂર્ણ કરે છે. તેથી, તમે વજન ઘટાડવા માટે નાસ્તામાં બાફેલા  ઇંડા લઇ શકો છો.

2) પાંદડાવાળા શાકભાજી:- પાંદડાવાળા શાકભાજીમાં કેટલાક એવા ગુણો રહેલા હોય છે જે તમને વજન ઘટાડવા માટે ઉપયોગી થાય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને કેલરી ખૂબ ઓછી હોય છે પરંતુ તે ફાઇબરથી ભરપૂર હોય છે. તમે આ શાકભાજીને  કેલરી ની ચિંતા કર્યા વગર પેટ ભરીને ખાઈ શકો છો, જેના કારણે તમને બીજી કોઈ વસ્તુઓ ખાવાની જરૂર નહીં લાગે અને વજન ઘટાડવું સરળ થઈ જશે.

આ પાંદડાવાળા શાકભાજીમાં તમામ પ્રકારના વિટામિન, ખનિજો અને એન્ટીઓકિસડન્ટો હોય છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તેમાં હાજર કેલ્શિયમ ચરબી ઉતારવામાં ખૂબ મદદ કરે છે.

3) સેલ્મોન માછલી:- જો તમે માંસાહારી ખોરાક લેતા હોવ તો વજન ઘટાડવા માટે સેલ્મન માછલીનું સેવન એ ખૂબ સારો વિકલ્પ છે. આ માછલીઓ ખૂબ આરોગ્યપ્રદ છે. આમાં કેલરી ઓછી હોય છે અને જો એકવાર ખાવામાં આવે તો તમે કલાકો સુધી ભોજન કર્યા વિના રહી શકો છો. તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન, આરોગ્યપ્રદ ચરબી અને તમામ આવશ્યક પોષક તત્વો હોય છે. તેમાં આયોડિન પણ પુષ્કળ પ્રમાણમાં છે, જે શરીરમાં થાઇરોઇડનું સ્તર યોગ્ય રાખે છે, જે મેટાબોલિજ્મ બરાબર રાખે છે.

તેલયુક્ત માછલીઓ જેવી કે મેકરેલ (દરિયાઈ માછલી), ટ્રાઉટ (સેલ્મોન ફેમિલીની માછલી), સારડીન (સારડીન, નાની માછલી), હેરિંગ (હિલ્સા માછલી) વગેરેનો ઉપયોગ વજન  ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે. ટ્યૂના માછલી પણ પુષ્કળ પ્રોટીનથી ભરેલી હોય છે.  જ્યારે તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે, તો તમે તેને તમારા આહારનો ભાગ પણ બનાવી શકો છો.

4) બાફેલા બટાકા:- જો  બટાટાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા વજન ઘટાડવાના અભિયાન નો ભાગ બની શકે છે. બટાટામાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, તેમાં પોટેશિયમ પણ ખૂબ હોય છે જેનો ઉપયોગ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે થાય છે.

બટાટા સંપૂર્ણ ખોરાકની લિસ્ટમાં ટોચ પર આવે છે. એટલે કે, તે ખાધા પછી પેટ ભરેલું લાગે છે જેનાથી તમે બીજી વસ્તુઓ ઓછી ખાઓ છો. ધ્યાનમાં રાખો કે અહીં બાફેલા બટાટા વિશે વાત કરવામાં આવી છે, ફ્રેન્ચ ફ્રાઈસ અથવા ચિપ્સ બટાટામાંથી બનાવવામાં આવે છે પરંતુ વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે તે સૌથી મોટો દુશ્મન છે. 

5) દાળ:- તેમાં પ્રોટીન અને ફાઇબરની માત્રા વધુ હોય છે અને કેટલાક પ્રતિરોધક સ્ટાર્ચ પણ જોવા મળે છે. તેમા ચરબી પણ ઘણી ઓછી હોય છે અને વજન ઘટાડવા માટે તમે તેનો ઉપયોગ લંચ અથવા ડિનરમાં કરી શકાય છે.

6) પનીર:- તમે ઘરે ગાયના દૂધમાંથી પનીર બનાવી શકો છો. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. અને ચરબી  અને કાર્બોહાઇડ્રેટ ખૂબ ઓછું હોય છે. તેમાં હાજર કેલ્શિયમ ચરબી ઓછી કરવાની  પ્રક્રિયામાં પણ મદદ કરે છે. જો તમે ઇચ્છો, તો તમે બપોરના ભોજન દરમિયાન કચુંબરમાં પનીર મિક્સ  કરીને તમારી કેલરીની માત્રાને ખૂબ હદ સુધી ઘટાડી શકો છો.

7) એવોકાડોઝ:- એવોકાડો એ એક ખૂબ જ અલગ પ્રકારનું ફળ છે. જ્યારે મોટાભાગના ફળોમાં કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે, તો આ ફળમાં હેલ્ધી ચરબી વધારે હોય છે. તેમાં મોનોનસેચ્યુરેટેડ ઓલિક એસિડ હોય છે જે ઓલિવ તેલમાં જોવા મળે છે. ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે વજન ઘટાડવાની શ્રેષ્ઠ રીતોમાં એવોકાડો એક છે.

8) કાજુ-બદામ:- કાજુ-બદામમાં કેલરીની માત્રા વધારે હોય છે, પરંતુ જો આપણે તેને નિયંત્રિત રીતે ખાઈએ, તો તે વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. બદામમાં મોનોનસેચ્યુરેટેડ ચરબી હોય છે, જે હૃદય અને મન બંને માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તે ખાવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને ગળ્યું ખાવાનું મન ઓછું કરે છે.

તમે કાજુ બદામને સરળતાથી  સાથે રાખી શકો છો. અને જયારે ભૂખ લાગે ત્યારે  સમય પર ખાઈ શકો છો. એક સમયે કાજુ અથવા બદામનો એક ટુકડો ખાઓ, અને તેને ખૂબ ચાવિને ખાવો જોઈએ. અને જો તમે જમ્યા પેહલા બદામ ખાઓ છો. તો બદામ તમારા ખોરાકની માત્રા ઘટાડી શકે છે. માત્ર  એકજ બાબત ની કાળજી રાખો કે તમે દિવસમાં 7-8 બદામ કરતા વધારે ન ખાવી જોઈએ .

9) લાલ મરચું:- લાલ મરચું વજન ઓછું કરવામાં ખુબ જ ઉપયોગી છે. અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તેમાં કેપ્સેસીન નામનું તત્વ જોવા મળે છે, જે ભૂખ ઘટાડવામાં અને ચરબી ઓછી કરવામાં  મદદગાર છે. ધ્યાનમાં રાખો કે જો તમે તેનો ઉપયોગ તમારા ખોરાકમાં પહેલાથી જ કરી ચુક્યા છો. તો પછી તેનો અલગથી ઉપયોગ કરવાથી કોઈ ફરક નહીં પડે.

10) ફળ:- જૂની કહેવત છે,  “ An apple a day keeps the doctor away!” એવું માનવામાં આવે છે કે જે લોકો ફળોનું સેવન કરે છે એ લોકો  સ્વસ્થ હોય છે. ફળોમાં ફાયબર વધારે હોય છે અને તેમાં કુદરતી ખાંડ હોય છે, અને ભૂખને કાબૂમાં રાખવામાં પણ ફાયદાકારક છે. તરબૂચ, જામફળ, સફરજન, નારંગી, કેળા, નાસપતિ , વગેરે ફળો ખાવાથી વજન ઓછું થાય છે.

11) નાળિયેર તેલ:- નાળિયેર તેલમાં medium-chain triglyceride (MCT), લૌરિક એસિડ હોય છે. જે એકદમ અલગ રીતે મેન્બૉટાલિજ્મ  કરે છે. માનવ શરીરમાં પાચિત (MCT) ચરબી તરીકે સંગ્રહિત કરતું નથી.પરંતુ તેના બદલે તેને સીધા લીવર પર મોકલે છે જ્યાં MCT ઉર્જામાં રૂપાંતરિત થાય છે.

તમે તમારા રોજિંદા આહારમાં 2 થી 3 ચમચી નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. જો તમે તેને સવારે લ્યો છો, તો પછી તમારું ઉર્જા સ્તર આખો દિવસ વધુ સારું રહેશે. નાળિયેર તેલ તમારી પાચન ક્ષમતામાં પણ વધારો કરે છે અને પોષક તત્ત્વોને ઝડપથી શોષી લે છે, તેથી તમે ઓછું ખાવાથી દિવસભર નબળાઇ અનુભવતા નથી.

આ લિસ્ટ સાથે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે વજન ઘટાડવા માટે આહારની શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જો તમને એવું કહેવામાં આવે છે કે તમે આ વસ્તુઓ ખાવાથી તમારું વજન ઓછું કરી શકો છો, તો પછી એવું માનવામાં આવી રહ્યું છે કે પહેલા તમે આ ચીજોને વાજબી માત્રામાં ખાશો અને બીજું જ્યારે તમે તેને ખાશો ત્યારે બીજી ખાદ્ય ચીજો પર સંપૂર્ણ નિયંત્રણ પણ રાખશે.

મિત્રો, ઘણાં લોકો વજન ઘટાડવા માટે ઘણી વસ્તુઓ કહેશે, પરંતુ આ બધી બાબતો કરતાં વધુ મહત્ત્વની છે તમારી ઇચ્છા શક્તિ, વજન ઘટાડવાની તમારી ઇચ્છા શક્તિ. તેથી, તમારી ઇચ્છાશક્તિને વધુ મજબૂત બનાવો અને સારા સ્વાસ્થ્ય માટે કોઈ પણ કારણોસર તમારા પ્રયત્નો બંધ ન કરો…. જ્યારે તમે વજન ઘટાડવા પ્રયત્નો કરતા હોવ, તો પછી વજન ગમે તેટલું વધારે હોય, તે નિશ્ચિતરૂપે ઓછું થશે.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

Leave a Reply

Your email address will not be published.