જાણો એવું તો શું કરે છે આ 10વર્ષનો છોકરો કે આટલી ઉંમરે છે ૨૩૦ કરોડ રૂપિયાનો માલિક…

Story

આજે દરેક લોકોને અમીર બનવું અને વધારેને વધારે પૈસા કમાવા છે. માટે બધા લોકો સવારથી સાંજ સુધી આખો દિવસ દોડા દોડી કરે છે. પણ આજે અમે તમને એક એવા છોકરા વિષે જણાવીશું કે જેની ઉંમર હજુ તો ૧૦ જ વર્ષ છે અને તે આટલી નાની ઉંમરમાં કરોડપતિ બની ગયો છે. એ પણ પોતાની મહેનતથી તેની સંપત્તિ જાણીને તમને પણ એકવારતો પરસેવા છૂટી જશે.૧૦ વર્ષના આ દીકરાનું નામ રાયન છે. રાયને ૧૦ વર્ષની ઉંમરે નામ અને શોહરતની ખુબજ કમાણી કરી લીધી છે.

આજે રયાનની કમાણી કરોડો રૂપિયામાં છે. રયાન અમેરિકાના ટેક્સસનો રહેવાસી છે. તેને થોડા સમય પહેલા પોતાની એક યૂટ્યૂબ ચેનલ ચાલુ કરી હતી અને આજે તે યૂટ્યૂબની દુનિયામાં રાજ કરે છે. માનવામાં આવે છે કે ૨૦૨૦ માં રયાન લગભગ ૨૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રયાન પોતાની ચેનલ પર નવા નવા રમકડાંને અનબોક્સ કરે છે અને લોકો ને બતાવે છે કે આ રમકડાં કઈ રીતે કામ કરે છે. આજે ૨ કરોડથી પણ વધારે લોકો તેમની ચેનલને સબ્સ્ક્રાઇબ કર્યું છે.

કોરોનાના સમયમાં તેમને લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.૨૦૨૦ માં રયાને ૨૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આજે માતા પિતાને પોતાના દીકરા પણ ખુબજ ગર્વ છે. આજે જે પણ લોકો આ ૧૦ વર્ષના દીકરાની વાત સાંભળે છે. તેને વિશ્વાસજ નથી થતો કે આ દીકરો આજે ૨૩૦ કરોડ રૂપિયાનો માલિક છે અને આજે પણ તેમની કમાણી વધતી જ રહી જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.