જ્યાં સરકાર ના પહોંચી શકી ત્યાં ખજુરભાઈ તરીકે ઓળખાતા નીતિનભાઈ જાનીએ પહોંચીને એવું કામ એ સૌ કોઈ બોલી ઉઠ્યા કે….જુઓ વિડિયો

Story

ગરમી ની સીઝન માં ગરમીનો પારો ખુબ જ ઊંચો નોંધાતો હોય છે. લોકો ગરમીથી બચવા એસી, બાગબગીચા વગેરે નો સહારો લેતા હોય છે. પણ શું તમને ખબર છે ગુજરાત માં અમુક ગામડાઓ એવા છે જેને ચોમાસા માં પણ પાણી માટે વલખા મારવા પડે છે તો ઉનાળા ની સીઝન માં તે ગામના લોકો ની શું હાલત થતી હશો? તમે પણ જાણી ને હેરાન થઈ જશો કે આવી પરિસ્થી નો સામનો કેમ કરવો?

ગુજરાત માં આજે અમુકે ગામના લોકો માટે પીવા ના પાણી ની સમસ્યા છે અમુક ગામમાં આજે પણ પીવા માટે પાણી ના નળ નથી પહોંચ્યા એવા અંતરિયાળ ગામો છે. એવા માં ગુજરાત ના “સોનુ સુદ” તરીકે ઓળખાતા નીતિનભાઈ જાની આવા ગામડાંમાં પાણી ની વ્યવસ્થાઓ કરતા નજરે પડે છે. નીતિનભાઈ જેને સૌ કોઈ ઓળખે છે તે લોકો ને ઘર બનાવી દેવાથી લઈને શક્ય બધી જ મદદ કરતા નજરે ચડે છે. વલસાડ ના કપરાડા તાલૂકા નું સૌથી છેલ્લું ગામ ઘોટવાડ કે જે ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદ પર આવેલું છે ત્યાં આજની તારીખ મા પાણી ના બધા જ કુવા સુકાય ગયા છે.

તે ગામ ને શિક્ષણ ની સુવિધા પણ મળી શકી નથી. જેના લોકો કુવા માં થી પસાર થતા ઝરણાં માં 20-25 ફૂટ નીચે ઉતરીને પાણી ભરતા જોવા મળે છે. જેમાં થી માત્ર 3-4 ડોલ જ પાણી મળે છે. ગામમાં આવેલો એક બીજો કૂવો છે જે બુરાઈ ગયો હોવાથી તેમાં થી પાણી મળવું મુશ્કિલ છે. આ પરિસ્થિતિ માંથી તે લોકો ને બહાર લાવવા નીતિનભાઈ ત્યાં જઈને લોકો ની મદદે જોવા મળે છે. નીતિન જાની એ તે બુરાઈ ગયેલા કુવા ને ફરી થી ચાલુ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ માટે તેને મોટર વડે પાણી ઉપર આવી શકે જેથી સૌ કોઈ ને પાણી મળે તેવો પ્રયાસ કરે છે.

જ્યાં સુધી કૂવા મા પાણી શરુ નો થાય ત્યાં સુધી 7500 લીટર ની એક મોટી ટાંકી લાવીને ગામમાં મૂકી ને તેમાં નળ ફિટ કરવામાં આવ્યા અને તેમાં બહાર થી લાવીને પાણી નાખવામાં આવે છે. નીતિનભાઈ એ આવું સેવાનું કાર્ય કરીને સૌ કોઈ ના દિલ જીતી લીધા છે. આખું ગામ ડુંગર પર હોય ત્યાં પાણી પહોંચાડવું પણ ખુબ જ અઘરું થઈ જાય છે જ્યાં આપડી સરકાર પણ પહોચી ન શકી એવા વિસ્તાર માં જય ને નીતિનભાઈ દ્વારા એક સુંદર સેવાનું કામ આરંભ્યું છે. જુઓ વિડીયો.

Leave a Reply

Your email address will not be published.