ગોપાલ ઈટાલીયા ક્યાંથી લડશે ચૂંટણી? અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને રહસ્ય પરથી પડદો ઉંચક્યો

News

ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપ હજુ ઉમેદવારો નક્કી કરવામાં લાગી છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે ગોપાલ ઈટાલિયા અને આપના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે. પરંતું આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે.
1 થી 8 ડિસેમ્બર વચ્ચે લગ્ન કરનારાઓનો પરિવાર પડ્યો મુશ્કેલીમાં, અમુકને તો શહેર જ બદલવું પડ્યું, જેના ઘરમાં લગ્ન છે એ આ બાબતોનું ખાસ ધ્યાન રાખે

આમ આદમી પાર્ટીએ સીએમ પદનો ચહેરો જાહેર કરી દીધા બાદ પ્રદેશ પ્રમુખ પદે રહેલા ગોપાલ ઈટાલિયા વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંથી ચૂંટણી લડશે તેનું રહસ્ય ઉજાગર કરી દીધું છે. AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા કતારગામથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે સવારે એક ટ્વીટ કરીને મોટી જાહેરાત કરી છે, જ્યારે મનોજ સોરઠિયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ કુલ 159 ઉમેદવારો જાહેર કરી દીધાં છે.અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ગોપાલ ઈટાલિયા કતારગામથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી હતી. ઈટાલિયા હવે સુરતની કતારગામ બેઠકથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે ગોપાલ ઈટાલિયા AAPના પ્રદેશ અધ્યક્ષ છે.

કોણ છે ગોપાલ ઈટાલિયા?
ગોપાલ ઈટાલિયા રાજકારણમાં ઝંપલાવ્યું તે પૂર્વે તેઓ એક સરકારી કર્મચારી હતા અને ત્યાર બાદ એક સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય રહ્યા હતા. ગુજરાતમાં એલઆરડી પરીક્ષા વિવાદ વખતે તેમણે પ્રદર્શનકર્તા યુવાઓને સમર્થન આપ્યું હતું. અનેક વિવાદને પગલે ગોપાલ ઈટાલિયા એકાએક સોશિયલ મીડિયાથી લઈને જાહેર બાબતોમાં એક ચર્ચિત નામ બની ગયા હતા.

ગોપાલ ઈટાલિયા મૂળ ભાવનગરના વતની છે. તેમણે કૉલેજનું શિક્ષણ અમદાવાદમાંથી લીધું છે અને પૉલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે. હાલ હવે તેઓ સુરતમાં રહે છે અને રાજનીતિમાં સક્રિય છે. સુરતમાં ઘણા યુવાનો અને રહીશો તેમને એક ઍક્ટિવિસ્ટ તરીકે ઓળખે છે. સુરતના વરાછા-કતારગામ વિસ્તારના યુવાઓમાં તેમનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. સોશિયલ મીડિયામાં પણ ગોપાલ ઈટાલિયાના ઘણા ફૉલોઅર્સ છે. અનેક વાર તેઓ સમયે સમયે સત્તાપક્ષ ભાજપની નીતિઓ અને કૉંગ્રેસ પક્ષ સંબંધિત બાબતો પર શાબ્દિક પ્રહાર કરતાં પણ જોવા મળ્યા છે.
1 થી 8 ડિસેમ્બર વચ્ચે લગ્ન કરનારાઓનો પરિવાર પડ્યો મુશ્કેલીમાં, અમુકને તો શહેર જ બદલવું પડ્યું, જેના ઘરમાં લગ્ન છે એ આ બાબતોનું ખાસ ધ્યાન રાખે

લાગણી કે વેદના… ભૂલભૂલમાં જાહેરમાં આ શું બોલી ગયા ઈટાલિયા?
શુક્રવારે આપના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં સીએમ પદનો ચહેરો જાહેર કર્યા બાદ ગોપાલ ઈટાલિયાની સ્પીચ ચર્ચાના ચગડોળે ચઢી હતી. ઇસુદાનનું નામ જાહેર થયા બાદ જાણે ગોપાલ ઈટાલિયાની મનની વાત બહાર આવી હોય તેમ તેઓ લાગણીને બદલે વેદના શબ્દ બોલ્યા હતા. ત્યારે ત્યારે જોવા જેવી થઈ હતી. જોકે, બાદમાં તેમણે આ શબ્દો સુધાર્યા હતા.

ગોપાલ ઈટાલિયા ઈસુદાનની જાહેરાત દરમિયાન ‘વેદના’ શબ્દ બોલ્યા હતા. સ્પષ્ટ અને આક્રમક શબ્દો બોલવા ટેવાયેલા ગોપાલ ઈટાલિયા જ્યારે આવું બોલ્યા ત્યારે તેમના મનના અંદરની અકળામણ બહાર આવી ગઈ હોય તેવું લાગ્યુ હતું. તેઓ લાગણી અને વેદના વચ્ચેનો ભેદ ચૂકી ગયા હતા, પરંતું તેમના આ શબ્દોનો શુ અર્થ કાઢવો.

Leave a Reply

Your email address will not be published.