સમગ્ર વિશ્વમાં ભારતની એક અલગ ઓળખ છે, જ્યાં વિવિધ ધર્મના લોકો રહે છે. આપણા દેશમાં ઋષિ-મુનિઓ અને સંતોને ખૂબ જ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે અને એમના શિષ્યોની સંખ્યા લાખો ગણી છે. ભારતના પ્રખ્યાત સંત અને યોગી બાબા જેવી લોકપ્રિયતા આજ સુધીમાં કોઈ નથી મેળવી શક્યું. મહર્ષિ મહેશ યોગીની વાત કરીએ તો તેમને દેશમાં પોતાનું અલગ નાણુ (રામ ચલણ) શરૂ કર્યું હતું. તમે ઘણા સંતો અને યોગી બાબા વિશે સાંભળ્યું હશે, પરંતુ મહર્ષિ મહેશ યોગી ધ્યાન માટે ખુબ જાણીતા હતા. દેશભરમાં તેમના લાખો શિષ્યો હતા, જ્યારે વિદેશમાંથી પણ લોકો તેમની પાસેથી યોગાઅભ્યાસ શીખવા માટે ભારત આવતા હતા.
મહર્ષિ મહેશ યોગીનો જન્મ 12 જાન્યુઆરી 1917ના રોજ છત્તીસગઢના રાયપુર જિલ્લાના પાંડુકા ગામમાં થયો હતો, પરંતુ લોકોમાં તેમના જન્મના નામને લઈને હજુ પણ ચર્ચા ચાલી રહી છે. એક જૂથ માને છે કે તેનું નામ મહેશ પ્રસાદ વર્મા હતું અને કેટલાક કહે છે કે તે મહેશ શ્રીવાસ્તવ હતું. મહર્ષિ મહેશ યોગીનું જન્મ નામ અને જન્મ સ્થળ ભલે ગમે તે હોય, પરંતુ તેમણે દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવી હતી. મહર્ષિ મહેશી યોગીએ પ્રયાગરાજ યુનિવર્સિટી (અલાહાબાદ) માંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા પછી તેમણે આધ્યાત્મિક માર્ગ પર ચાલતાં યોગાઅભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું.
મહર્ષિ મહેશ યોગીએ તેમના જીવનના લગભગ 13 વર્ષ જ્યોતિમઠમાં વિતાવ્યા હતા, જ્યાં તેમણે શંકરાચાર્ય બ્રહ્માનંદ સરસ્વતીની છત્રછાયામાં રહીને શિક્ષણ અને દીક્ષા પ્રાપ્ત કરી હતી. અને વર્ષ 1953માં સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીના અવસાન પછી, મહર્ષિ મહેશ યોગીને તેમની ગાદી સંભાળવી પડી હતી, કારણ કે સ્વામીએ તેમની ઇચ્છામાં તેમનું પદ અને સિંહાસન તેમને આપ્યું હતું. પરંતુ મહર્ષિ મહેશ યોગીને તેમના ગુરુના સિંહાસન પર બેસવાનો મોકો ન મળી શક્યો, કારણ કે કાશી વિદ્યા પરિષદના નિયમો અનુસાર, ફક્ત બ્રાહ્મણ કુળના લોકોને જ સિંહાસન પર બેસવાનો અધિકાર છે અને મહેશી યોગી કાયસ્થ કુળના હતા.
પરંતુ તેમને સિંહાસનની લાલચ ન રાખી અને એક અલગ માર્ગ પર ચાલ્યા, તેણે લોકોને ધ્યાન અને યોગ શીખવાડવાનું નક્કી કર્યું. આ દરમિયાન મહર્ષિ મહેશ યોગીએ લગભગ 2 વર્ષ સુધી મૌન વ્રત રાખ્યું, ત્યાર બાદ તેમણે વર્ષ 1955માં ઇન્ટ્રાસેન્ડેન્ટલ મેડિટેશન શીખવવાનું શરૂ કર્યું. આ રીતે મહર્ષિ મહેશ યોગી ધીરે ધીરે દેશભરમાં લોકપ્રિય થયા અને તેમણે દરેક જન આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો. 1960 ના દાયકા સુધીમાં, મહર્ષિ મહેશ યોગીએ ઋષિકેશમાં તેમના આશ્રમની સ્થાપના કરી હતી, જ્યાં 1968 માં રોક જૂથ ધ બીટલ્સના સભ્યો આવ્યા અને તેમની પાસેથી શિક્ષણ લીધું.
એટલું જ નહીં પરંતુ મહર્ષિ મહેશ યોગીના શિષ્યોમાં ભારતના પૂર્વ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું નામ પણ સામેલ છે, જેઓ અવારનવાર તેમના આશ્રમમાં જઈને શિક્ષણ લેતા હતા. આ સિવાય આધ્યાત્મિક ગુરુ દીપક ચોપરા પણ મહર્ષિ મહેશ યોગીના શિષ્ય રહી ચૂક્યા છે. મહર્ષિ મહેશ યોગીની લોકપ્રિયતા ભારત સહિત સમગ્ર એશિયામાં ખૂબ જ હતી તેમના શિષ્યો પણ યુરોપના દેશોમાંથી શિક્ષણ લેવા આવતા હતા. મહર્ષિ મહેશ યોગીએ પોતાનું એક અલગ સામ્રાજ્ય સ્થાપ્યું હતું, જ્યાં દરેક તેમના આદેશનું પાલન કરતા હતા.
તેઓએ 1960 થી 1970 ના દાયકામાં એક નવું ચલણ રજૂ કર્યું, જે રામ ચલણ તરીકે ઓળખાય છે . આ ચલણ તેમની સંસ્થા ગ્લોબલ કન્ટ્રી વર્લ્ડ ઓફ પીસ દ્વારા જારી કરવામાં આવ્યું હતું, જે વર્ષ 2002માં આશ્રમ સાથે સંકળાયેલા લોકોમાં ખરીદી માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ ચલણ હેઠળ 1, 5 અને 10 રૂપિયાની નોટો છાપવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી રામની તસવીર બનાવવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે મહર્ષિ મહેશ યોગી દ્વારા જારી કરવામાં આવેલી રામ મુદ્રાને વર્ષ 2003માં નેધરલેન્ડ સરકાર દ્વારા કાનૂની માન્યતા આપવામાં આવી હતી, લગભગ 30 ગામોમાં આવેલી 100 થી વધુ દુકાનો પર રામ મુદ્રા નોટોને ખરીદવામાં આવતી હતી. આ સિવાય અમેરિકાના આયોવા શહેરના મહર્ષિ વૈદિક શહેરમાં પણ રામ મુદ્રાને માન્યતા મળી હતી.
જો કે, આ રામ મુદ્રાનો ઉપયોગ ફક્ત આશ્રમ અને દુકાનો વગેરે સાથે જોડાયેલા લોકોમાં જ થતો હતો, જેનો ઉપયોગ શાંતિના પ્રતીક તરીકે થતો હતો. વિશ્વભરમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરનાર મહર્ષિ મહેશ યોગીએ વર્ષ 2008માં અંતિમ શ્વાસ લીધો હતો અને તેમના શિષ્યો આજે પણ તેમની પૂજા કરે છે.