શા માટે? થાળીમાં એક સાથે 3 રોટલી પીરસવી ન જોઈએ જાણો તેની પાછળનું કારણ…

knowledge

તમે તમારા ઘરના વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે ભોજનની થાળીમાં એક સાથે 3 રોટલી ક્યારેય પિરસવી જોઈએ નહીં. શું તમે આમ કરવા પાછળના કારણ વિશે જાણો છો? જો તમને ખબર ન હોય તો ખાસ જાણો. જેમાં ધાર્મિક કારણની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે.

હિન્દુ ધર્મમાં એવું મનાય છે કે ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. તેમને સૃષ્ટના રચયિતા, પાલનહાર અને સંહારક ગણવામાં આવ્યા છે. આથી એ રીતે જોઈએ તો 3 અંક શુભ હોવો જોઈએ પરંતુ અસલમાં તે ઉલ્ટુ છે. પૂજા પાઠ કે કોઈ પણ શુભ કામ માટે 3 અંક અશુભ ગણવામાં આવે છે. આથી ભોજનની થાળીમાં પણ એક સાથે 3 રોટીઓ રાખવામાં આવતી નથી.

મૃતકની થાળીમાં રખાય છે 3 રોટલી:
આ ઉપરાંત હિન્દુ ધર્મની માન્યતા મુજબ થાળીમાં 3 રોટલી રાખવી એ મૃતકના ભોજન સમાન ગણાય છે. તેની પાછળની માન્યતા એ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના ત્રયોદશી સંસ્કાર (તેરમું) પહેલા ભોજનની થાળીમાં એક સાથે 3 રોટલી રાખવાનું ચલણ છે. આ થાળી મૃતકને સમર્પિત કરાય છે. તેને ફક્ત પીરસનાર વ્યક્તિ જ જોઈ શકે છે. આ સિવાય કોઈ નહીં. આથી થાળીમાં 3 રોટલી રાખવાને મૃતકનું ભોજન ગણાય છે અને આમ કરવાની ના પાડવામાં આવે છે.

મનમાં લડાઈ ઝઘડાના ભાવ આવે છે:
આ સિવાય એમ પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની થાળીમાં એક સાથે 3 રોટલી રાખીને ભોજન કરવામાં આવે તો તેના મનમાં બીજા માટે લડાઈ ઝઘડા કરવાનો ભાવ આવે છે.

આ છે વૈજ્ઞાનિક કારણ:
જો વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો વ્યક્તિએ એક સાથે વધુ ભોજન કરવું જોઈએ નહીં. થોડું થોડું લઈને ખાવું જોઈએ. એક સામાન્ય વ્યક્તિ માટે એક વારમાં એક વાટકી દાળ, એક વાટકી શાક, 50 ગ્રામ ભાત અને બે રોટલી પૂરતા હોય છે. જો તેનાથી વધુ ભોજન કરે તો તેને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.