આપણે જાણીએ છે કે,બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ની દરેક ચીજ ખાસ હોય છે. મહત્વની વાતે છે કે, અમિતાભ બચ્ચનને પણ એન્ટિક ચીજવસ્તુઓનું કલેક્શન કરવું પસંદ છે.અમિતાભ બચ્ચનના ઘરમાં એક પેઈન્ટિંગ દીવાલ પર લગાવેલી છે. આ કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો. બંગલા જલસામાં એક નંદીની પેઈન્ટિંગ છે. જેની કિંમત અતિ મૂલ્યવાન છે. દિવાળીના સમયે અમિતાભ બચ્ચને એક ફેમિલી ફોટો શેર કર્યો હતો.
આ તસવીરમાં જોવા મળતી નંદીની પેઈન્ટિંગ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો.આપેઈન્ટિંગને પ્રખ્યાત પેઈન્ટર મંજીત બાવાએ બનાવી છે. જેની કિંમત 4 કરોડ રુપિયા કહેવામાં આવી રહી છે. સામાન્ય વાત છે કે જો આ પેઈન્ટિંગ બીગ બીના ઘરમાં લાગેલી છે તો જરૂર કોઈ ખાસિયત હશે. એટલા માટે જ એના માટે 4 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
બુલ આર્ટ શક્તિ, આશા અને સમૃદ્ધીનું પ્રતિક હોય છે. એવું કહેવામાં આવે છે કે ઘર કે ઓફિસમાં બુલ પેઈન્ટિંગ લગાવવાથી આર્થિક વૃદ્ધિ થાય છે. દોડતા બુલની ઝડપી ચાલ જીવનમાં ઉન્નતિ અને પ્રગતિને દર્શાવે છે. સફેદ બુલ આર્ટ શાંતિ અને પોઝિટિવ ઉર્જાને ઘર અને પરિવારમાં ફેલાવે છે.
બળદ તો ભગવાન શિવનું વાહન પણ છે અને તેને નંદી તરીકે ઓળખવામાં આવે છે. નંદીને દેવતા તરીકે પૂજવામાં આવે છે. દેશભરના અનેક મંદિરોમાં નંદીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે. કહેવાય છે કે નંદીના કાનમાં કહેવામાં આવેલી વાત કે ઈચ્છા સીધી ભગવાન શિવની પાસે પહોંચે છે અને તે જરૂર પૂરી થાય છે.
બુલ પેઈન્ટિંગ બનાવનારા મંજીત બાવાની વાત કરવામાં આવે તો હાલ તેઓ આ દુનિયામાં નથી. તેઓનું 2008માં નિધન થયુ હતુ. મંજીત બાવા પંજાબના રહેવાસી હતી. તેઓએ લંડન સ્કૂલ ઓફ પ્રિન્ટિંગમાંથી અભ્યાસ કરેલો. તેઓએ વર્ષો સુધી લંડનમાં કામ કર્યુ હતુ. મંજીત બાવાની પેઈન્ટિંગમાં ભારતીય પૌરાણિક કથાઓ અને સૂફી દર્શનશાસ્ત્રની ઝલક જોવા મળે છે.