તમે હંમેશા જોયું હશે કે કોઈપણ પૂજામાં કે બહાર જતાં પહેલાં કપાળ પર તિલક કરવામાં આવે છે. આમ તો આ તિલક ચંદન, કેસર, કુમકુમનું પણ કરવામાં આવે છે. પરંતુ સૌથી વધારે કુમકુમ એટલે કંકુનું કરવામાં આવે છે. ભલે પૂજામાં કંકુનું તિલક કરવામાં આવતું હોય કે પછી બીજા કોઈ પ્રસંગે તિલક કરવામાં આવતું હોય. પરંતુ આ દરેક વખતે એક વાત કોમન એ છે કે તિલક કર્યા પછી તેની ઉપર કેટલાંક ચોખાના દાણા પણ લગાવવામાં આવે છે.
તેના પછી અનેક પંડિત તો ચોખા તમારા માથા પર કે આજુ-બાજુ પણ ઉડાડવામાં આવે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આખરે આવું કેમ કરવામાં આવે છે. અને કેમ તિલક કર્યા પછી ચોખા લગાવવામાં આવે છે. એવામાં જાણીશું કે આખરે આવું કેમ કરવામાં આવે છે અને આવું કરવા પાછળ લોકો તરફથી શું તર્ક આપવામાં આવે છે.
શું છે ધાર્મિક કારણ:- આમ તો આ શ્રદ્ધાનો મામલો છે. અને આ લાંબા સમયથી પરંપરા ચાલી રહી છે. જેના કારણે તિલકની સાથે ચોખાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જોકે અનેક રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે તિલકની સાથે ચોખા એટલા માટે લગાવવામાં આવે છે. કેમ કે ચોખાને સૌથી શુદ્ધ અન્ન માનવામાં આવે છે.
તમે જોયું હશે કે કોઈ નાનામાં નાની પૂજાથી લઈને અનુષ્ઠાન સુધી ચોખાનું ખાસ મહત્વ રહે છે. ત્યાં સુધી કે ભગવાનને અર્પણ કરવામાં આવતાં ભોગમાં પણ ચોખાનો ઉપયોગ થાય છે. સાથે જ ચોખાને હવનમાં દેવી-દેવતાઓને ચઢાવવામાં આવતું અન્ન શુદ્ધ માનવામાં આવે છે.
ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે. અને તેનો અર્થ એ થાય છે કે ક્યારેય નાશ ન થાય તેવું. આથી કોઈપણ કાર્યની સફળતા માટે ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાને હિંદુ ધર્મમાં સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે. જેના કારણે તિલક પછી ચોખાનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે.
બીજા પણ અનેક કારણ છે:- અનેક લોકોનું માનવું છે કે કપાળ પર તિલક બાદ ચોખા લગાડવાથી સકારાત્મક ઉર્જા મળે છે. અને તેના માટે ચોખાનો ઉપયોગ થાય છે. આ કારણથી લગ્ન પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ તેમાં ચોખાને માથા પર અને પ્રસંગ હોય તે સ્થળ પર ફેંકવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક કારણ પણ જોડીને જોવામાં આવે છે. અને ચોખાને સકારાત્મકતાનું પ્રતીક માનીને તેનો સારા કાર્યોમાં ઉપયોગ થાય છે.