હસતો ચહેરો અને એક હાથમાં પત્નીનું કાપેલું માથું, આ ભયાનક દ્રશ્ય જોઈ લોકો પણ ડરી ગયા.

Story

ઈરાનમાં એક વ્યક્તિએ તેની પત્નીની ગેરકાયદેસર સંબંધોની શંકામાં નિર્દયતાથી હત્યા કરી અને પછી તેનું માથું કાપીલુ લઈને શેરીઓમાં ફર્યો. જેણે પણ આ ભયાનક દ્રશ્ય જોયું તેના શ્વાસ થોડીવાર બંધ થાય ગયો. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, પછી પોલીસે આરોપી સહિત બે લોકોની ધરપકડ કરી હતી. મૃતક મહિલાનું નામ મોના હૈદરી જણાવવામાં આવી રહ્યું છે.

ઈરાનની ન્યૂઝ એજન્સી IRNA અનુસાર, પોલીસને શંકા છે કે 17 વર્ષની મોના હૈદરીની હત્યા તેના પતિ અને સાળાએ ઈરાનના દક્ષિણ પશ્ચિમ શહેર અહવાઝમાં કરી હતી. સોમવારે પોલીસે આ સંબંધમાં બે લોકોની ધરપકડ કરી હતી. તેમના છુપાયા હોવાની જાણ થતાં પોલીસે આ કાર્યવાહી કરી હતી. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પુરુષ હાથમાં મહિલાનું કપાયેલું માથું લઈને ચહેરા પર સ્મિત સાથે ચાલી રહ્યો છે. તેના બીજા હાથમાં એક મોટી છરી પણ છે.

આ ઘટનાના જોઈને ઈરાનમાં લોકો પણ ખુબજ પરેશાન થાય ગયા હતા. એક તરફ આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ લગ્નની ઉંમર વધારવાની પણ માંગ પણ કરવામાં આવી છે. હાલમાં ઈરાનમાં લગ્ન માટે કાયદાકીય રીતે 13 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવે છે. મહિલા બાબતોના ઉપાધ્યક્ષ ઈન્સિયા ખઝાલીએ કહ્યું કે અધિકારીઓએ આવા કિસ્સાઓને રોકવા માટે જાગૃતિ વધારવી જોઈએ. આ ઘટનાને લઈને ઈરાનના લોકો પણ ખુબજ દુઃખ અનુભવી રહીયા છે. તેઓ સામાજિક અને કાયદાકીય સુધારાની માંગ કરી રહ્યા છે.

ઈરાનમાં સુધારાવાદી મેગેઝીન ડેઈલી સજંદગીએ લખ્યું છે કે એક માણસનું માથું કાપી નાખવામાં આવ્યું હતું, તેનું માથું શેરીમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને હત્યારાને તેના કૃત્યથી શરમ પણ નહોંતી. આવી દુર્ઘટનાને આપણે કેવી રીતે સ્વીકારી શકીએ. મહિલાની આવી હત્યા ફરી ન થવી જોઈએ. એ જ રીતે ઈરાનના જાણીતા ફિલ્મ નિર્માતા તહમિનેહ મિલાનીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘મોના એક ગંભીર સમસ્યાની અવગણનાનો ભોગ બની હતી. આ ગુના માટે આપણે બધા જવાબદાર છીએ.

મોના હૈદરીની હત્યા બાદ સુધારાવાદી વકીલોને કોલ કરવાની સંખ્યામાં વધારો થયો છે. ઈરાનમાં ઘરેલુ હિંસાથી પરેશાન મહિલાઓ પોતાનો અવાજ ઉઠાવી રહી છે. હૈદરીની હત્યા બાદ દેશમાં છોકરીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર વધારવાની માંગ પણ થઈ રહી છે. હાલમાં ઈરાનમાં 13 વર્ષની ઉંમર કાયદેસર રીતે નિર્ધારિત છે. ઈરાની મીડિયા અનુસાર, મોના હૈદરીના લગ્ન માત્ર 12 વર્ષની ઉંમરે થયા હતા અને જ્યારે તેની હત્યા કરવામાં આવી ત્યારે તેને ત્રણ વર્ષનો પુત્ર હતો. દરમિયાન અધિકારીઓએ ન્યૂઝ વેબસાઈટ રોકનાને વાયરલ વિડિયો પોસ્ટ કરવાથી બ્લોક કરી દીધો, એમ કહીને કે વ્યક્તિનો વીડિયો માનસિક રીતે અસ્વસ્થ હતો.

Leave a Reply

Your email address will not be published.