તમે કદાચ આવી કાર નહિ જોઈ હોય જેની સ્પીડ વધારતા જ તે અચાનક બાજની જેમ હવામાં ઉડવા લાગે છે, વિડિઓ જોઈને કદાચ તમારી આંખોને પણ વિશ્વાસ નહિ આવે.

ajab gajab

ઇન્ટરનેટ અવનવા અને વિચિત્ર વિડિઓથી ભરેલું છે. આવા વિડિઓ જોઈને આપણને આપણી પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો કે ખરેખર આવું થઈ શકે છે કે આવું હોઇ શકે? જયારે આજ કાલ એક એવો જ વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો અને વિચાર કરશો કે આ કઈ રીતે શક્ય છે !. આ વિડિયો જોયા પછી તમને એવું લાગવા લાગશે કે તમે કોઈ હોલીવુડ ફિલ્મ જોઈ રહ્યા છવો અને એકશન સીન ચાલી રહ્યો છે .

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. સેલિબ્રિટીઓ પણ આ વીડિયો જોઈ રહ્યાં છે અને એકબીજા સાથે શેર કરી રહ્યાં છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લાલ કલરની સુંદર ફેરારી કારમાં બેઠેલો એક વ્યક્તિ તેને ચલાવી રહ્યો છે. તેની બાજુમાં બીજી કાર પણ દોડી રહી છે. બંને એકબીજાને કંઈક કહે છે અને બીજી કારમાં બેઠેલ વ્યક્તિ વિડિઓ શૂટિંગ કરતી હોઈ છે આ પછી લાલ રંગની કારમાં બેઠેલો વ્યક્તિ પોતાની કારની સ્પીડ વધારે છે અને ફુલ સ્પીડ માં આગળ વધે છે.

થોડે દૂર ગયા બાદ તેની કારના દરવાજા પાંખો બનીને બહાર આવે છે અને તે બાજની જેમ પોતાની પાંખો ફેલાવીને હવામાં આકાશ તરફ ઉંચે ઉડવા લાગે છે. તમને જણાવી દઈએ કે આ ઊડતી કારમાં બીજું કોઈ નહીં પરંતુ એક પ્રખ્યાત સંગીત કલાકાર સાયરસ ડોબરે બેઠેલા છે અને તે જ આ કાર ચલાવી રહ્યા છે. આ ઊડતી કારનો વીડિયો તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે અને તે વિડિઓને ઘણા બધા ઇન્સ્ટાગ્રામના યુઝરો એ પોસ્ટ કરેલો છે.

આ ઊડતી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 31 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે. આ વીડિયો પર મોટા સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે અને આ કેવી રીતે થઈ શકે તે જોઈને બધા હેરાન છે. હવે તે જોવાનું કે આ કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે કે ખરેખર હવામાં ઉડતી સુવિધાઓ સાથેની આ કાર છે ? આ વાતનો જવાબ તો ફક્ત સાયરસ ડોબ્રે પાસે છે.

Leave a Reply

Your email address will not be published.