ઈલેક્ટીક સ્કુટી, સાઈકલ, મોટરકાર પછી હવે દુનિયાને મળ્યું પહેલું ઈલેક્ટીક હવાઈ જહાજ Alice

Technology

ઈલેક્ટીક કાર, બાઈક, સાઈકલ, ઓટોરિક્ષા, કાર અને બસ વિશે તમે સાંભળ્યું હશે. આમાંથી કોઈ પણ વાહનની સવારીનો આનંદ તમે કદાચ માણ્યો પણ હશે. હવે દુનિયાને મળ્યું છે પહેલું ઓલ ઈલેક્ટીક હવાઈ જહાજ (All Electric Airplane). આ હવાઈ જહાજનું નામ છે એલિસ અને આ હવાઈ જહાજે થોડા દિવસો પહેલા વોશિંગ્ટન, અમેરિકામાં (Washington, USA) સફળ ઉડાન ભરી છે.

8 મિનિટ સુધી સફળતાપૂર્વક ઉડ્યુ એલિસ

મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ ઓલ ઈલેક્ટીક હવાઈ જહાજ ના પ્રોટોટાઈપને ઈઝરાઈલની કંપનીએ એવિએશન એરક્રાફટ (Eviation Aircraft) એ બનાવ્યું છે. એલિસ એ પૂરા એરફિલ્ડના બે ચક્કર માર્યા હતા અને 3500 ફુટની ઉચાઈ સુધી ગયું હતું. લગભગ 8 મિનિટની સફળ ઉડાન પછી આ હવાઈ જહાજે સફળતાપૂર્વક લેંડ પણ થયું હતું. એલિસ એ વોશિંગ્ટન સ્ટેટના ગ્રૈંડ કાઉંટી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સફળ ઉડાન ભરીને ઈતિહાસ રચી દીધો છે.

ઈલેક્ટીક કારની બેટરીની ટેકનોલોજી પર જ ચાલે છે

એવિએશન એરક્રાફ્ટના પ્રેસિડેન્ટ અને CEO, ગ્રેગરી ડેવિડે કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ડેવિડના શબ્દોમાં કહીએ તો, ‘છેલ્લે 1950ના દાયકામાં આ રીતે આંખ સામે આખી નવી ટેક્નોલોજી જોવા મળી હતી.’

Evening Standard ના એક અહેવાલ અનુસાર, એલિસમાં ઓછામાં ઓછા 9 મુસાફરો બેસી શકે છે અને તે એક પ્રાઈવેટ જેટ જેવું લાગે છે. ઇલેક્ટ્રિક કારમાં જે બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે, એ જ ટેક્નોલોજીનો ઉપયોગ એલિસમાં કરવામાં આવ્યો છે.

લંડનથી પેરિસ સુધી જઈ શકે છે એલિસ ?

ત્રણ મિનિટ ચાર્જિંગ કરવાથી આ પ્લેન 1 કલાક સુધી ઉડી શકે છે. એલિસ લાંબા અંતરને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી ન હતી. જોકે, આ પ્લેનની રેન્જ એટલી છે કે તે લંડનથી પેરિસ, એમ્સ્ટરડેમ કે ઝ્યુરિચ સુધી સરળતાથી પહોંચી શકાય છે.

ઝડપની બાબતમાં એલિસ આજના પેસેન્જર જેટથી પાછળ છે. બોઇંગ 737ની સ્પીડ 588 માઇલ પ્રતિ કલાક છે પરંતુ એલિસની સ્પીડ 287 માઇલ પ્રતિ કલાક છે. એલિસમાં કમ્બશન એન્જિન નથી લગાડવામાં આવ્યું. જેના કારણે તેની મુસાફરી અન્ય એરક્રાફ્ટ કરતાં શાંત હશે.

કંપનીનો દાવો છે કે આ ઓલ-ઈલેક્ટ્રિક પ્લેનને વધુ મેન્ટેનન્સની જરૂર નથી. કંપનીએ આ એરક્રાફ્ટના ત્રણ કન્ફિગરેશન બનાવ્યા છે – કોમ્યુટર, એક્ઝિક્યુટિવ અને કાર્ગો. કોમ્યુટર પ્લેનમાં 9 મુસાફરો અને 2 પાઈલટ મુસાફરી કરી શકે છે, જ્યારે એક્ઝિક્યુટિવ પ્લેનમાં માત્ર 6 મુસાફરો મુસાફરી કરી શકે છે.

એવિએશન એરક્રાફ્ટનો દાવો છે કે 2027 સુધીમાં બજારમાં ઇલેક્ટ્રિક એરોપ્લેન ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *