માતાજીને ચડાવવામાં આવતી ચૂંદડીનો આવો ઉપયોગ તમે ક્યાંય નહિ જોયો હોય, આ મહિલા માતાજીને ચડાવેલી ચુંદડીમાંથી પર્સ, તોરણ અને બીજી ઘણી વસ્તુઓ બનાવીને…

Story

આજના સમયમાં વેસ્ટમાંથી બેસ્ટ ઘણી વસ્તુઓ બને છે અને આવી વસ્તુઓમાંથી લોકો સારી એવી કમાણી પણ કરતા હોય છે. હાલમાં એક એવા જ જુગાડ વિષે જાણીએ જેમાંથી એક મહિલા સારી એવી કમાણી કરીને બીજી મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

અમદાવાદના આ મહિલા માતાજીને ચડાવવામાં આવતી ચૂંદડીનો રચનાત્મક રીતે ઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છે.આપણે બધા જ લોકો જાણીએ જ છીએ કે માતાજીને ચડાવવામાં આવતા ફૂલો અને ચૂંદડી નદીમાં કે જળાશયોમાં પધરાવવામાં આવે છે.

જેથી નદીમાં પણ પ્રદૂષણનું પ્રમાણ સતત વધતું રહે છે અને તેને રોકવા માટે અમદાવાદના સુરભી જોશીએ આ મોટી સમસ્યામથી છુટકારો મેળવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી અન્ય મહિલાઓને રોજગારી આપીને આ ચૂંદડીનો ઉપયોગ કર્યો છે.

ચુંદડીમાંથી તોરણ, પર્સ અને બીજી ઘણી વસ્તુઓ બનાવીને વેસ્ટમાંથી બેસ્ટ કરીને એક ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે. તેની સાથે સાથે આ મહિલાને સન્માનિત કરીને સહાય પણ આપવામાં આવી છે, આજે સુરભી જોશી એવું કહી રહ્યા છે.

કે આ ચૂંદડી માતાજીને તમે ચડાવ્યા પછી તે ચુંદડીમાંથી કોઈ વસ્તુ બનીને તમારી પાસે આવે તો તે માતાજીનો પ્રસાદ જ છે.જેથી જળાશયોમાં પ્રદુષણ પણ ના થાય અને અન્ય મહિલાઓને પણ રોજગારીની તકો આપીને બીજી મહિલાઓને રોજગારી આપીને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. આમ આ મહિલાએ વેસ્ટ વસ્તુ ના થાય અને લોકોની લાગણીને પણ કઈ ના થાય તેની માટે બેસ્ટ વસ્તુ બનાવીને લોકો સુધી પહોંચાડી હતી.

Leave a Reply

Your email address will not be published.