આજકાલ લોકોને સાઉથની ફિલ્મ પુષ્પાનું ભૂત સવાર છે. સોશિયલ મીડિયા પર લાખો રિલ બની ચૂક્યા છે. ત્યારે સાઉથની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની સફળતા બાદ રશ્મિકા મંદાના પેન ઈન્ડિયા સ્ટાર બની ગઈ છે. તેની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે. રશ્મિકા મંદાના અવારનવાર પોતાની તસવીરો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હવે તેણે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેના પર ફેન્સની નજર ટકેલી છે.
રશ્મિકાના ગ્લેમરસ લુકે મચાવ્યો તહેલકો:
રશ્મિકા મંદાના એ પોતાની બે તસવીરો શેર કરી છે. પહેલા ફોટોમાં જોઈ શકાય છે કે રશ્મિકા ગ્રીન કલરની બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે. તેની સાથે તેણે મેચિંગ સ્કર્ટ પહેર્યું છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તેના આ લુકને જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. બીજી તસવીરમાં તે ટૂંકા ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે કેમેરા સામે એવા પોઝ આપ્યા છે જેણે ઈન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે.
ફોટોઝને લાખોમાં મળી લાઈક્સ:
રશ્મિકાએ પોતાની આ તસવીરોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ફોટોઝને જોઈને અંદાજો લગાવી શકાય છેકે તેમણે કોઈ મેગ્ઝીન માટે આ ફોટોશૂટ કરાવ્યું છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં અભિનેત્રીની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, તુમ ફાયર હો. બીજી કોમેન્ટમાં, ઉફ્ફ… આપ બહુત હોટ હૈ. અન્ય એક યૂઝર્સે લખ્યું, જેઓ રશ્મિકાથી જલે વો જરા સાઈડ હોકર ચલે. રશ્મિકાના આ ફોટાને અત્યાર સુધીમાં 13 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
શ્રીવલ્લીની ભૂમિકાથી ચાહકોને બનાવ્યા દિવાના:
નોંધનીય છે કે રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’એ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમાં તેણે સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે કામ કર્યું હતું. ચાહકોને બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના એ સિમ્પલ શ્રીવલ્લીની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે રશ્મિકા મંદાના બહુ જલ્દી ફિલ્મ ‘મિશન મજનૂ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે.