તિરુપતિ બાલાજી મંદિર તો તમે જરૂર ગયા હશો: પરંતુ તમે આ રહસ્ય નહિ જાણતા હોય, આ રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો…

Uncategorized

દક્ષિણ ભારતમાં ઘણા આકર્ષક મંદિરોથી સુસજ્જતિ છે. આ મંદિરો તેમની આકૃતિ, તેમની બનાવટના કારણે પ્રખ્યાત છે. આ મંદિરોમાં પ્રવેશની સાથે જ અદ્રિતીય અનુભૂતી થાય છે. આવા મંદિરમાંથી એક છે ભગવાન તિરુપતિ બાલાજીનું મંદિર. આ એક ચમત્કારી અને રહસ્યમયી મંદિર છે. જે ભારત સહિત દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

ભગવાન તિરુપતિના દરબારમાં ગરીબ અને અમીર બંને સાચા શ્રદ્ધાભાવથી પોતાનું માથું ઝુકાવે છે. દર વર્ષે લાખો લોકો તિરુમાલાની પર્વતમાં આવેલા આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા એકત્ર થાય છે. આ એલૌકિક અને ચમત્કારીક મંદિરમાં એવા રહસ્ય છે જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. ચાલો જાણીએ તેના 10 રહસ્યો વિશે.

  • 1. તિરુપતિ બાલાજીના માથામાં જે રેશમી વાળ છે તેને સ્નાનમાં ધોયા પછી પણ તે વાળમાં ગુંચ થતી નથી. તે ચમકતા અને સીધા જ રહે છે.

2. મંદિરના મુખ્યદ્વારની જમણી તરફ અને બાલાજીના માથા પર એક નિશાન છે જે કથાઓ અનુસાર અનંતાઠ્ઠવારજીના મારવાથી બન્યા હતા.

3. માનવામાં આવે છે કે ભગવાનના આ સ્વરૂપમાં માતા લક્ષ્મી પણ સમાહિત છે. આ જ કારણે સ્ત્રી અને પુરુષ બંનેના વસ્ત્ર ભગવાનને પહેરાવવાની પરંપરા છે.

4. જ્યારે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ તો લાગે છે કે ભગવાન વેંકટેશ્વરની પ્રતિમા ગર્ભ ગૃહના મધ્યમાં સ્થિત છે. જ્યારે તમે ત્યાં નકમસ્તક થાવ છો અને ધ્યાન કરો છો અને પરત આવો છો અને બહાર આવો છો તો તમે અચંભિત થઈ જશો કારણ કે બહારથી લાગશે કે પ્રતિમા જમણી તરફ આવેલી છે.

  • 5. બાલાજીના મંદિરથી અંદાજે 23 કિલોમીટર દૂર એક ગામ છે. આ ગામમાં બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ નથી અપાતો. આ ગામમાંથી જ ભગવાનના ફૂલ, દૂધ, ઘી, માખણ વગેરે પ્રસાદનો સામાન આવે છે. ભગવાન માટેની બધી જ વસ્તુઓ અહીંથી જ આવે છે.

6. ભગવાન વેંકટેશની મૂર્તિ પર કાન લગાવીને સાંભળવા પર સમુદ્રના મોજાનો અવાજ સંભાળ છે.

7. ભગવાનને જે કંઈ ચઢાવવામાં આવે છે તે ક્યારેક બહાર નથી જતી. ગર્ભગૃહમાં ચઢાવેલી વસ્તુ બાલાજીના પાછળના જલકુંડથી બહાર નીકળે છે.

8. ગુરુવારના દિવસે તિરુપતિ બાલાજીની પ્રતિમાને સફેદ ચંદનનો લેપ કરવામાં આવે છે. આ લેપ જ્યારે હટાવવામાં આવે છે તો પ્રતિમા પર માતા લક્ષ્મીનું સ્વરૂપ દેખાય છે.

9. બાલાજીની પીઠ ક્યારે સુકાતી નથી. તેમની પીઠને ગમે તેટલીવાર કોરી કરવામાં આવે તો પણ તે ભીની જ રહે છે.

10. ગર્ભગૃહમાં એક દીવો છે જે હજારો વર્ષથી ચાલે છે. તે ક્યારે બુઝાયો નથી. આ દીવો ક્યારથી ચાલે છે તેની જાણકારી કોઈને નથી.

Leave a Reply

Your email address will not be published.