આ વ્યક્તિનું અંગ્રેજી સાંભળીને તમે ચોંકી જશો, લોકોએ કહ્યું – આ તો જેઠાલાલનો બાપ છે!

ajab gajab

ઘણા લોકોને આ આધુનિક જમાનામાં અંગ્રેજી નથી આવડતુ હોતુ. ઘણા લોકો તેના માટે પ્રયત્ન પણ કરે છે પણ તેઓ શીખી નથી શકતા અને પ્રયત્નો છોડી દેતા હોય છે. કેટલાક લોકો પોતાની માતૃભાષામાં જ વાત કરવાનું પસંદ કરીને અંગ્રેજીનો તિરસ્કાર કરતા હોય છે પણ કેટલાક લોકો હોંશિયારી મારવા માટે ગમે તેવુ અંગ્રેજી બોલતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક શખ્સ વિચિત્ર અંગ્રેજી બોલે છે. આ વીડિયો તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલની યાદ આવી જશે.જાણો ભારત ના સૌથી ચતુર ચોર વિશે કે જેણે નકલી જજ બનીને 2000 જેટલા ગુનેગારો ને છોડી મુક્યા હતા.

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બાઈક પાસે 2 શખ્સ જોવા મળી રહ્યા છે. એક શખ્સના હાથમાં ફોન છે, તે ફોન પર બેન્કના કસ્ટમર કેરના એક્ઝિક્યુટિવ સાથે વાત કરાવાનો પ્રયત્ન કરે છે. તેણે દોસ્તના એટીએમમાંથી પૈસા નીકાળવા હતા પણ તે નીકળતા ન હતા. તેથી જ આ શખ્સને બેન્કના કસ્ટમર કેરના એક્ઝિક્યુટિવને સમસ્યાના સમાધાન માટે ફોન કર્યો હતો. તેણે પોતાની સમસ્યા અનોખી રીતે અંગ્રેજીમાં કહી. આ શખ્સનું ખરાબ અંગ્રેજી હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયુ છે. તેનુ ફની અંગેજી સાંભળી તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

આ મજેદાર રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે. આ વીડિયોને 1.6 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ શખ્સ તો જેઠાલાલનો પણ બાપ નીકળો. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પોતાની જ ભાષામાં વાત કર ભાઈ, અંગ્રેજીની હત્યા ન કર. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, કેટલી હિંમતથી ખરાબ અંગ્રેજી બોલી રહ્યો છે.
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ના શોએબ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ટેનિસ સ્ટારે લીધો મોટો નિર્ણય

Leave a Reply

Your email address will not be published.