ગુજરાતનું આ વૃદ્ધાશ્રમ જોઈને ભૂલી જશો 5 સ્ટાર હોટલ, રૂમની બહાર લગાવવામાં આવી છે વૃદ્ધના નામની નેમપ્લેટ, આવું તમને વિદેશોમાં પણ નહિ જોવા મળે

Gujarati Story

ગુજરાતમાં ઘણી જગ્યાએ વૃદ્ધાશ્રમો આવેલા છે, પરંતુ રાજકોટનો એવો એક વૃદ્ધાશ્રમ છે, જ્યાં વૃદ્ધોને ઘર જેવો અનુભવ કરાવવામાં આવે છે. વૃદ્ધો પણ કહે છે કે અહીં અમારી એટલી કાળજી રાખવામાં આવે છે કે અમને અમારું ઘર પણ યાદ આવતું નથી. આ વૃદ્ધાશ્રમ રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ઢોલરા ગામમાં આવેલો છે અને એનું નામ ‘દીકરાનું ઘર’ રાખવામાં આવ્યું છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા સંચાલકોએ હવે તો દરેક રૂમની બહાર વૃદ્ધોની નેમપ્લેટ લગાવી છે. એનાથી દરેક વૃદ્ધને ઘર જેવો જ અનુભવ થાય છે. વૃદ્ધો કહે છે કે હવે અમને અમારું ઘર યાદ આવતું નથી અને પોતીકાપણું લાગે છે. આવું તો અમેરિકા અને લંડનમાં પણ નથી.
વિદેશોની લાખો રૂપિયાની નોકરી છોડીને વડોદરા આવી ને શરૂ કરી ટ્રેન જેવી અનોખી રેસ્ટોરાં

લોકો દૂર દૂરથી વૃદ્ધાશ્રમની મુલાકાત લેવા આવે છે
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને સાચવનાર ડો.ફાલ્ગુની કલ્યાણીએ જણાવ્યું હતું કે ઢોલરા ગામમાં આવેલું દીકરાનું ઘર… વૃદ્ધાશ્રમ એ વૃદ્ધાશ્રમ જ નહીં, પણ સાચા અર્થમાં વૃદ્ધોનું ઘર બન્યું છે. આ વૃદ્ધાશ્રમ દેશમાં જ નહીં, વિદેશમાં પણ ખ્યાતનામ છે. લોકો દૂર દૂરથી વૃદ્ધાશ્રમની મુલાકાત લેવા આવે છે. ગવર્નરથી લઈ સરકારી ઓફિસરો અને રાજકીય નેતાઓ પણ મુલાકાત લઈ ચૂક્યા છે. અહીં વૃદ્ધો ઘરની જેમ જ રહે છે અને ઘરનો આનંદ માણે છે.

નેમપ્લેટ લગાડવાનો વિચાર કેવી રીતે આવ્યો
પ્લેટ મારવાનો વિચાર ક્યાંથી આવ્યો એ અંગે ડો. ફાલ્ગુની કલ્યાણી જણાવે છે, આપણા ઘરે જ્યારે પોસ્ટમેન અથવા કુરિયર કે પાર્સલ લેવા કોઈ આવે છે ત્યારે તેઓ શું જોઈને આપણું ઘર ખટખટાવે છે. તેઓ આપણા ઘરની બહાર લગાવેલી આપણા નામની તકતી અથવા તો આપણે લાગડેલું નામ જોઈને ઘરનો દરવાજો કે ડેલી ખટખટાવે છે, કારણ કે તેને ખબર પડી જાય છે કે આ ભાઈ કે બહેન અહીં રહે છે અને તેમને પાર્સલ કે લેટર મળી જાય છે. એવી જ રીતે અહીં રહેતા વૃદ્ધો પોતે વૃદ્ધાશ્રમમાં રહેતા નથી અને પોતાના ઘરમાં જ રહે છે એવી એક અંદરથી અનુભૂતિ કરાવવા પ્રયાસ કર્યો છે.

મળવા આવતી વ્યક્તિએ હવે કોઈને પૂછવું પડતું નથી
ડો. ફાલ્ગુની કલ્યાણીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક રૂમની બહાર અમે દરેક વૃદ્ધની નેમપ્લેટ લગાવી છે, જેમાં તેમનું આખું નામ લખવામાં આવ્યું છે. જો કોઈને વૃદ્ધને મળવા જવું છે તો તેને કોઈને પૂછવું નહીં પડે. તે વ્યક્તિ નામ વાંચીને મળવા માટે ગઈ હોય તે વૃદ્ધની પાસે પહોંચી જાય છે. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈપણ વૃદ્ધાશ્રમમાં આવો અનેરો પ્રયત્ન કરવામાં આવ્યો નથી કે દરેક વૃદ્ધને પોતાના ઘર જેવી લાગણી અનુભવાય અને પોતાના રૂમની બહાર પોતાની નેમપ્લેટ લખેલી હોય. આપણું નામ આપણા ઘરની બહાર હોય તો દીકરાના ઘરની અંદર રહેતા અમારા વડીલોનું નામ તેમની રૂમની બહાર કેમ નહીં એવો વિચાર આવ્યો અને અમે આમ કર્યું.
શિક્ષકની નોકરી છોડીને સુરતના બે યુવાનોએ બનાવી હાઈબ્રિડ કિટ, હવે એકટીવા જેવી બાઇક પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને થી ચાલશે

અમે દીકરાના ઘરે આવ્યા હોય એવું લાગે
વૃદ્ધાશ્રમમાં રહેતાં રસિલાબેન કાંતિભાઈ ચાવિયાએ જણાવ્યું હતું કે દીકરાના ઘર વૃદ્ધાશ્રમમાં અમે દીકરાના ઘરે આવ્યા હોય એવું લાગે છે. ફાઈવસ્ટાર હોટલ જેવી રૂમો છે. એક રૂમની અંદર ત્રણેય વૃદ્ધ માટે એક-એક કબાટ, એક-એક સેટી, ત્રણ અલગ-અલગ પંખા છે. જરૂરિયાતની તમામ વસ્તુ ટ્રસ્ટીઓ પૂરી પાડે છે. મનોરંજન માટે અમને ફિલ્મ દેખાડે છે તેમજ બહાર ફરવા લઈ જાય અને જાત્રા પણ કરાવે છે. મંદિર પણ છે, ત્યાં અમે સત્સંગ કરીએ છીએ. સાંજ-સવારની આરતીમાં જઈએ છીએ. કોઈ પુસ્તક વાંચે, કોઈ બેઠા હોય છે. બધા જ હળીમળીને રહીએ છીએ. ઉંમરવાળા હોય તેઓ ચોપાટ, કેરેમ રમે છે.

વૃદ્ધાશ્રમમાં ICUની વ્યવસ્થા સાથેની હોસ્પિટલ
રસિલાબેને વધુમાં જણાવ્યું હતું કે અહીં હોસ્પિટલની પણ સુવિધા છે, પણ ડોક્ટરની જરૂર છે. અડધી રાતે કોઈ બીમાર પડે તો તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જાય છે. હોસ્પિટલમાં ICUની પણ વ્યવસ્થા છે. હવે તો રૂમની બહાર અમારા નામની નેમપ્લેટ લગાવવામાં આવી છે, જેનાથી હું ખુશ છું. બહારથી કોઈ આવે કે અમારા મહેમાન હોય તો તે સીધા નામ વાંચીને અમારી પાસે પહોંચી જાય છે. ક્યાંય સુવિધા ન હોય એવી સુવિધા અમને આપે છે. અમે ઘરે બેઠા હોઈએ તેના કરતાં પણ ફાઈવસ્ટાર હોટલમાં બેઠા હોઈએ એવું લાગે છે. નેમપ્લેટ મારી છે તો એવું લાગે છે કે દીકરાનું જ ઘર છે.

હું 11 વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહું છું, બહુ જ સરસ લાગે છે
વૃદ્ધાશ્રમમાં રહેતાં જસંવતીબેન ક્યાડાએ જણાવ્યું હતું કે હું 11 વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહું છું. મારા પતિ કોરોનામાં ગુજરી ગયા. અમે સાથે જ રહેવા આવ્યાં હતાં. કોઈ સાથે લડાઈ-ઝઘડા નહીં કરવાના અને આનંદથી રહેવાનું. અમને વૃદ્ધાશ્રમ બહુ જ સરસ લાગે છે. અમેરિકા અને લંડનમાં આવું નથી. ત્યાંથી પણ લોકો જોવા માટે આવે છે અને અમને મદદ પણ કરે છે.

દંપતી માટે અલગ રૂમની વ્યવસ્થા
ઢોલરામાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં 55 વૃદ્ધ રહે છે. એક રૂમમાં 3 વૃદ્ધને રાખવામાં આવે છે. દંપતી હોય તેમને સાથે રહેવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં માત્ર દંપતી જ રહે છે. દંપતી હોય તોપણ બંનેનાં નામની રૂમ બહાર તકતી લગાવવામાં આવી છે. પુરુષોની સાથોસાથ મહિલાઓનાં નામની પણ તકતી લગાવવામાં આવી છે. કુદરતી વાતાવરણમાં આવેલો આ વૃદ્ધાશ્રમ વૃદ્ધોને તાજગીનો અહેસાસ કરાવે છે. વૃદ્ધોને સવારે નાસ્તો, બપોરે અને સાંજે ભોજન આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.