આજે તમે મમતા સોની અને કિંજલ દવે ને તો તમે ઓળખતા જ હસો અને ખાસ કરીને કિંજલ દવે ને વધારે જણાવી દઈએ કેગુજરાતી ફિલ્મોના અભિનેત્રી મમતા સોની મૂળ રાજસ્થાનના છે.અને રાજસ્થાનનું અજમેર તેમનું વતન છે.અને જો કિંજલ દવે ની વાત કરીએ તો એમનો જન્મ 24 -11-1999 માં થયો હતો.કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના નાના ગામ જેસંગપરામાં થયો હતો.
નાનપણથી જ કિંજલ દવેને ગીતો ગાવાનો શોખ હતો.કિંજલ દવેના ઘણા સોંગ હીટ છે. એમાં લહેરીલાલા અને ચાર ચાર બંગડી ખાસ છે.
ગુજરાતી સિંગર તરીકે ફેમસ થયેલ કિંજલ દવે હાલ એક નવા સોંગ માટે શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યારે ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોની પણ હાલ એક સોંગના શૂટિંગમાં વ્યસ્ત છે.
ગુજરાતી ફિલ્મોમાં તમે વિક્રમ ઠાકોરની સાથે મમતા સોનીને સંખ્યાબંધ વાર જોયા હશે. પણ તમને એ ખ્યાલ નહીં હોય કે મમતા સોની ગુજરાતી નથી.મમતા સોનીએ ગુજરાતી ફિલ્મોમાં ‘તરસી મમતા’ નામની ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો.
આ વાત જાણીને તમને આંચકો લાગશે કે ફેમસ સિંગર કિંજલ દવે અને ફેમસ અભિનેત્રી મમતા સોની એક સોંગના શૂટિંગમાં વ્યસ્ત છે જે બંન્ને આ સોંગમાં એકસાથે જોવા મળશે.મમતા સોની અત્યાર સુધી 27 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
જ્યારે મમતા અને કિંજલ બન્ને નવા લુકમાં જોવા મળ્યા હતા જેના કારણે ચાહકોમાં ખુશી જોવા મળી હતી.કિંજલ દવે આફ્રિકા અને અમેરિકામાં પણ શૉ કરે છે.
ચાર ચાર બંગડી વાળી’થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે.
દેખાવમાં રૂપકડી લાગતી એવી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે. રાસ-ગરબા અને લોકગીતો કિંજલ ખૂબ જ સારી રીતે ગાય છે.
ગાંધીનગર હાઈવે પર આવેલા એક ગોલ્ફ ક્લબમાં જાણીતી સિંગર કિંજલ દવે અને અભિનેત્રી મમતા સોનીના સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે.આ શૂટિંગ દરમિયાન નજીકના લોકો પણ હાજર રહ્યા હતાં. ગુજરાત ફિલ્મ ક્ષેત્રે મમતા સોની પોતાની આગવી ઓળખ ધરાવે છે જ્યારે સિંગર તરીકે કિંજલ દવે પણ ગુજરાતમાં પોતાની સારું પ્રભુત્વ ધરાવે છે.
મમતા સોની અને કિંજલ દવેના જાણે લગ્ન હોય તેવી રીતે બંન્ને તૈયાર થયા હતા.મમતા સોનીએ ઘણા બધા એવોર્ડ પણ જીતેલ છે તેમજ તે પોતાની ખુબજ સરસ એક્ટિંગથી બધાના દિલ જીતી લે છે.મમતા સોનીની ઊંચાઈ ૫ ફૂટ ૩ ઈંચ છે તેનો વજન ૬૭ કિલોગ્રામ છે.
તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ ૧૦ વર્ષથી કામ કરી રહી છે.ચણયાચોરીમાં મમતા અને કિંજલ બંન્ને કલાકારો સજ્જ જોવા મળ્યા હતાં.જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જોકે એક સોંગનું શૂટિંગ હતું માટે બંન્ને કલાકારો તૈયાર થયા હતા.ત્યારે આ ફોટા એમને પાડ્યા હતા.