મુકેશ અંબાણીની આ ગજબ ની ૭ વસ્તુઓ જોઈ તમારી આંખો થઈ જશે પોહળી…. જુઓ તસવીરો

Life Style

દેશનાં સૌથી ધનવાન વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણી છેલ્લા દસ વર્ષથી ભારતનાં રિચેસ્ટ વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન કેળવી રાખ્યું છે. તેમની ઇન્ડિઅન પ્રેમિઅર લીગમાં પોતાની મુંબઈ ઇન્ડિઅન્સ ટીમ છે. ૨૦૧૨માં મુકેશ અંબાણીને ફોરબેઝ દ્વારા વિશ્વનાં રિચેસ્ટ સ્પોર્ટ માલિક પૈકિ એક ગણાવ્યાં છે.અંબાણી કામયાબ બિઝનેસમેન અને અરબોપતિ છે અને તેમનાં જીવનમાં કોઈ પણ વસ્તુની ખોટ નહીં હોય. તેઓ જેટલાં અમીર છે તેમની અમુક પસંદગી સાવ સામાન્ય માણસ જેવી જ છે.

MUMBAI, INDIA – NOVEMBER 09: Mukesh Ambani at the British Asian Trust Reception on day 4 of an official visit to India on November 9, 2013 in Mumbai, India. This will be the Royal couple’s third official visit to India together and their most extensive yet, which will see them spending nine days in India and afterwards visiting Sri Lanka in order to attend the 2013 Commonwealth Heads of Government Meeting. (Photo by Chris Jackson/Getty Images)

તેમનું મનપસંદ ફૂડ ઈડલી સંભાર છે અને ફેવરિટ રેસ્ટોરન્ટ મૈસુર કાફે, જ્યાં તેઓ કોલેજનાં દિવસોમાં ઘણીવાર જતાં હતાં. તેઓ પોતાની પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અને આકાશ અને દિકરી ઈશા સાથે ૨૭ માળનાં ઘરમાં રહે છે. એક સમયે આ મકાન અને મકાનનાં બાંધકામને કારણે ખુબ જ ચર્ચામાં રહ્યું હતું.અંબાણીનાં જીવનમાં અથવા ઘરમાં કોઈ પ્રકારની કમી નહીં હોય. દેશ-વિદેશથી તેમની જરૂરિયાતની વસ્તુઓ મંગાવામાં આવતી હોય છે. તેમની અમૂક એવી વસ્તુઓનો સમાવેશ થાય છે જેનાં વિશે જાણીને તમે પણ આશ્ચચર્યચકિત થઈ જશો. આવો તો વધુમાં જાણીએ તેમની સ્પેશલ સાત વસ્તુઓ વિશે..

૧ . ૨૭ માળનું ઘર
મુંબઈમાં મોજૂદ મુકેશ અંબાણીનું ઘર ‘એંટિલિયા’ ૪,૦૦,૦૦૦ સ્ક્વેર ફીટનાં વિસ્તારમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે મુંબઈનાં અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત છે, જે દુનિયાનાં સૌથી કૉસ્ટલિ રેઝિડેન્શલ એરિઆ માંથી એક છે. જે વિશ્વની સૌથી એક્સપેન્સિવ રેઝિડેન્શલ મિલકત છે. ‘એંટિલિયા’નું ડિઝાઈન શિકાગોનાં આર્કિટેક્ટ પાર્કિન્સ અને વિલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ૨૭ માળનાં અમુક ફ્લોર્સની હાઈટ સામાન્ય કરતાં ડબલ છે, જે જોવા જઈએ તો આ ઘર આશરે 6૦ માળની બિલ્ડિંગને બરાબર થાય છે. કહેવાય છે કે આ ઘરનાં નિર્માણમાં ૧ અરબ ડૉલર (આશરે ૬૫ અરબ રુપિયા) ખરચાયા હતાં. આ ઘરનું નિર્માણ અટલાંટિયા થીમ ઉપર બેઝ્ડ છે અને અટલાંટિક સાગરમાં એક રહસ્યમઈ જગ્યાનાં નામ પરથી આ ઘરનું નામ રાખવામાં આવ્યું છે. અહિયાં ૬૦૦ જેટલાં સ્ટાફ માટે રહેવાની સગવળ પણ છે.

૨ . ગેરેજ
અંબાણીનું ઘર ભવ્ય અને સુંદર તો છે જ, પણ આ સાથે આ ઘરમાં દરેક પ્રકારની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને બાંધકામ કરાવ્યું છે. આ ઘર ભૂકંપ જેવી હોનારતથી સેફ રાખે છ. આ સિવાય ૨૭ માળનાં ‘એંટિલિયા’માં ૬ ફ્લોરનો પર્સનલ ગેરેજ પણ છે. જ્યાં ૧૬૮ કાર એક સાથે પાર્ક થઈ શકે છે. આ સાથે અહિંયા ત્રણ હેલિપેડ્સની પણ સુવિધા છે.

૪ . મૂવી થિએટર
એવું જણાવવાં આવે છે કે આ ઘરનાં આઠમા માળે એક પ્રાઈવેટ થિએટર તૈયાર કરાવામાં આવ્યું છે. જ્યાં એકિ સાથે ૫૦ લોકો ફિલ્મ જોઈ શકે છે.

૫ . સ્નો રૂમ
મુકેશઅંબાણીનાં આ વિશાળ ઘરમાં એક સ્પેશલ ‘સ્નો રૂમ’ છે, જ્યાં મુંબઈની ચહેલપહેલ અને બિઝિ લાઈફથી બ્રેક લઇને રિલૅક્સ કરી શકાય છે. ભલે તે રૂમમાં કોઈ હોય કે ન હોય ત્યાં હંમેશા કુદરતી બરફનાં ટૂકડાં મૂકેલાં હોય છે.

૬ . BMW સહિતની કારોનું ક્લેક્શન
દેશનાં સૌથી અમીર વ્યક્તિનું આવાગમન ૮.૫ કરોડ રુપિયાની કારમાં થાય છે. BMW 760Liની શરુઆતી કિંમત ૧.૯ કરોડ રુપિયા છે, પણ અંબાણીની આ કાર VR7 પ્રક્ષેપિત પ્રોટેક્શન સ્ટૅન્ડર્ડને માફક રાખીને બનાવી છે. જેનાં ડૉઅરની પૅનલ્સની અંદર કેવલર પ્લેટ્સ લગાવામાં આવી છે. કારની વિન્ડો ૬૫ mm મોટી તથા ૧૫૦ કિ.ગ્રા. વજનની અને બુલેટપ્રુફ છે. આ કારને ગ્રેનેડ્સ અને ૧૭ કિલો સુધીનાં હાઈ ઇન્ટેન્સિટી ટીએનટીનાં બ્લાસ્ટમાં પણ કઈ નથી થઈ શકતું. જયારે પણ કારમાં કોઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે ફ્યુલ ટેન્ક જાતે જ કેવલરથી ઘેરાઈ જાય છે, જેનાથી તેમાં આગ નથી લાગી શકતી. BMW 760Li સિવાય અંબાણી પાસે કાર્સનો ભવ્ય ક્લેક્શન છે. જેમાં Maybach 62 અને Mercedes-Benz S Class પણ શામેલ છે.

૬ . દુનિયાની સૌથી મોટી રિફાઈનરી
શું તમને ખબર છે વિશ્વની સૌથી મોટી રિફાઈનરી કઈ છે? તો જવાબ છે ગુજરાતની જામનગર રિફાઈનરી. જે મુકેશ અંબાણીની કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રિજ લિ.ની જ છે. તો આજે જાણી લો કે જામનગરમાં જુલાઈ ૧૯૯૯માં શરુ થયેલ આ રિફાઈનરીની ક્ષમતા પહેલાં જ દિવસથી ૬,૬૮,૦૦૦ બેરલની રહી છે અને હવે તે વધીને પ્રતિદિન ૧૨,૪૦,૦૦૦ બેરલની થઈ ગઈ છે.

૭ . તહલકો મચાવી દેનાર ‘જિયો’
મુકેશ અંબાણીની રિલાયંસ જિયો ઈન્ફોકૉમએ પોતાની લૉન્ચિંગની સાથે જ ટેલિકૉમ જગતમાં હાહાકાર મચાવી દિધો હતો. જિયો એ પહેલાં જ દિવસથી દેશની મોટી ટેલિકૉમ કંપનીઓમાં પોતાનો શુમાર બનાવી લીધો છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં જિયો દ્વારા 4G ડેટા સેગમેંટમાં સર્વિસ શરુ કરી અને માત્ર ૧૭૦ દિવસમાં જ તેનાં ૧૦ કરોડ ગ્રાહકો થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *