ભાવનગરના યુવરાજ જીવે છે એટલું આલીશાન જીવન કે જોઈને તમે પણ તેના ફેન બની જશો, જુઓ ફોટા અને વિડીયો…

Life Style

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે અગાઉ ના સમય માં ભારત દેશ અખંડ ના હતો પરંતુ નાના મોટા અનેક રજવાડાઓ માં વહેચાયેલ હતો. આપણે સૌ જાણીએ છિએ કે રાજ્યો માં રાજાશાહી વ્યસ્થા હતી જેમાં રાજા પોતાની પ્રજા અને રાજ્ય માટે તમામ કામો કરતા આવું જ એક રાજ્ય હતું ભાવનગર જેના શાશકો હંમેશા પ્રજા અને દેશ સેવા ના કામો માં જોડાયેલા રહેતા હતા.

આપણે સૌ જાણીએ છિએ કે આઝાદી બાદ દેશ ને એક કરવા માટે ભાવનગર ના મહારાજ કૃષ્ણ કુમાર સિંહજી એ જ પોતાનું રાજ્ય દેશ ને સમર્પિત કર્યું હતું તેમણે પોતાની પ્રજા માટે અનેક કર્યો કર્યા આપણે અહીં આજ પરિવાર ના વંશજ અને હાલના ભાવનગર ના યુવરાજ જયવીરરાજ સિંહજી વિશે વાત કરવાની છે.

જણાવી દઈએ કે યુવરાજ જયવીરરાજ સિંહજી નું વ્યક્તિત્વ કોઈ ફિલ્મો કલાકાર કરતા પણ વિશેષ છે. પોતાની બોડી ને કારણે તેઓ ઘણા પ્રખ્યાત છે યુવરાજ જયવીરરાજ સિંહજી નો ક્રેઝ ખાસ કરીને યુવાનો માં જોવા મળે છે યુવાનો યુવરાજ ને પોતાના આદર્શ માને છે રાજ પરિવાર માંથી આવવા છતા પણ યુવરાજ જયવીરરાજ સિંહજી ઘણા જ સરળ સ્વભાવ ધરાવે છે.

આજે પણ રાજ્યની પ્રજા ના સવાલો ઉઠાવે છે અને વિકાસ ના કામોમા ભાગીદાર થાય છે. આપણે અહીં યુવરાજ જયવીરરાજ સિંહજી ના અંગત જીવન વિશે વાત કરશું સૌ પ્રથમ જણાવી દઈએ કે તેમનો જન્મ 27 ઓકટોમ્બર, 1990માં થયો હતો તેઓ એક ઘણા જ સુંદર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ના માલિક છે.

રાજ પરિવાર ના હોવા છતાં વિનમ્ર છે અને લોકો પ્રત્યે ઘણી જ સન્માન ભાવના છે જો વાત તેમના શોખ વિશે કરીએ તો જણાવી દઈએ કે યુવરાજ જયવીરરાજ સિંહજીને બાઈક અને કાર ઉપરાંત ટ્રાવેલિંગ, ઍડવન્ચર સ્પોર્ટનો શોખ છે.

જણાવી દઈએ કે યુવરાજ જયવીરરાજ સિંહજી પોતાનો સમય જીમમાં યુવાનોને ટ્રેનિંગ આપવામાં પસાર કરે છે. જો વાત યુવરાજ જયવીરરાજ સિંહજી ના અભ્યાસ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી ઉપરાંત એન્ટ્રપ્રિન્યરશિપ અને સ્પોર્ટસ મેનેજમેન્ટ માસ્ટર ડિગ્રી પાર્પ્ત કરેલી છે.

જણાવી દઈએ કે તેઓ બોડીબિલ્ડીંગ એસોસિયેશનના પ્રમુખ છે સાથો સાથ હોટેલ નિલમબાગના પ્રમુખ પણ છે. આ ઉપરાંત યુવરાજ જયવીરરાજ સિંહજી હૅન્ડલબાર પ્રા લી ના ફાઉન્ડર પણ છે.

જો વાત તેમના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના લગ્ન પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને માતા મહારાણી મંદાકિના દિકરી રાજકુમારી કૃતિરંજની દેવી સાથે થયા છે આ એક ઘણાજ ભવ્ય લગ્ન હતા કે જેમાં વસુંધરારાજ અને ક્રિકેટર અજય જાડેજા જેવા અનેક હસ્તિઓ આવ્યા હતા.

જો વાત યુવરાજ જયવીરરાજ સિંહજી ના પ્રજા માટે કરવામાં આવેલ સેવા કર્યો અંગે કરીએ તો ભાવનગરની ધારાસભા અને ગ્રામપંચાયતની રચના ઉપરાંત રાજ્યમાં વેરા વસૂલીની પદ્ધતિમાં સુધારો વગેરે અગાઉ ના અધૂરા કામો યુવરાજે પુરા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.