હવે ઝૂપડપટ્ટીમાં પણ શુદ્ધ પાણી મળશે અને એ પણ WATER ATM માંથી

News

માણસોને જીવતા રહેવા માટે હવા પછી જો કોઈ વસ્તુની વધારે આવશ્યકતા હોય તો એ છે પાણી. મનુષ્યોએ તરક્કી કરવામાં આ બન્ને વસ્તુ ને દુષિત કરી નાખ્યા છે. હવે સમય એવો આવી ગયો છે કે પ્રકૃતિ આપણને જે પાણી આપે છે એ પણ હવે ખરીદીને પીવું પડશે.

શું તમે વિચાર્યું છે કે જે લોકો બે ટાઇમનું જમવાનું માંડ કરતા હોય એ પાણી કેવી રીતે ખરીદી શકશે. તો જે લોકો પાણી નથી ખરીદી શકતા એ લોકોને મજબુરીથી ગંદુ પાણી પીવું પડે છે. આવામાં ઝુપડપટ્ટીમાં રહેવા વાળાલોકો જો ગંદુ પાણી પીવે તો બીમાર પડી શકે છે. હવે ભુવનેશ્વર ની ઝુપડપટ્ટીમાં આવું નહિ થાય કારણકે હવે અહિયાં રહેવાવાળા લોકોને મળશે શુદ્ધ પાણી મળશે અને એ પણ ખુબ ઓછી કિમતમાં. ભુવનેશ્વર મ્યુનિસિપલ(બીએમસી) કોર્પોરેશન ના આવા વિચારના લીધે આ સંભવ થઇ શક્યું છે.

બીએમસી એ શહેરની ઝુપડપટ્ટીમાં અલગ-અલગ જગ્યાએ પાણીના એટીએમ લગાવ્યા છે અને સ્માર્ટકાર્ડ પણ વહેચ્યા છે જેના દ્વારા એ લોકો એટીએમ મશીન દ્વારા પાણી કાઢી શકે છે.

સૌર ઉર્જાથી ચાલનારા આ પાણીના એટીએમ મશીનમાં ૫૦૦ થી ૪૦,૦૦૦ લીટર પાણી રાખી શકાય છે. કાર્ડ સ્વાઈપ કરવાથી એટીએમ ની સ્ક્રીન પર પાણીની માત્રાનો વિકલ્પ આવશે અને બધાલોકો તેની જરૂર પ્રમાણે પાણી કાઢી શકશે. એક વ્યક્તિ એકવારમાં ૨૦ લીટર પાણી કાઢી શકે છે. બીએમસી શહેરની ઝુપડપટ્ટી માં ૨૫૦૦ જેટલા સ્માર્ટકાર્ડવહેચ્યા છે અને શહેરના અલગ-અલગ વિભાગમાં ૧૦ એટીએમ બનાવ્યા છે. આ એટીએમ મશીનમાં પાણીની કીમત ફક્ત ૩૦ પૈસા પ્રતિલીટર છે. આ સ્માર્ટકાર્ડ લોકો પોતાની ઓફીસ અથવા તો વોર્ડમાં રીચાર્જ કરી શકે છે.

આ પ્રોજેક્ટ માટે બીએમસી એ પિરામલ સર્વજલ નામની એક કંપની સાથે ભાગીદારી કરી છે. આની પહેલા કોલકાતા અને દિલ્હીમાં પણ આવા એટીએમ લગાવામાં આવ્યા છે. બીએમસીના એક પ્રવક્તા એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને જણાવ્યું હતું કે હાલમાં અમને ૧૦૦૦ સ્માર્ટકાર્ડ મળ્યા છે અને પછી બાકીના ૧૫૦૦ કાર્ડ મળશે અને પછી બધાને વહેચી દઈશું.

આ યોજનામાં હવે શહેરના બાકીના ભાગમાં બીજા ૩૦ પાણીના એટીએમ લગાવામાં આવશે. આમાં સરકારી અને બીજી કંપની પણ શુદ્ધ પાણી આપશે. શહેરના મેયર અનંત જેના નું માનવું છે કે આ યોજનાથી ગંદા પાણીથી બીમાર પડતા લોકો બંધ થશે. તે કહે છે કે હાલ અમે એવા વિસ્તારમાં આ પાણીના એટીએમ ની પ્રાથમિકતા આપીએ છીએ કે જ્યાં શુદ્ધ પાણી ની કોઈ વ્યવસ્થા નથી અને બીજા એવા અમુક વિસ્તાર કે જ્યાં શુદ્ધ પાણીની લાઈન નથી પહોચી શકતી.

આ ઉપાયથી ઝુપડપટ્ટીમાં રહેવાવાળા લોકો ની મુશ્કેલી ઘણી ઓછી થઇ જશે.

Leave a Reply

Your email address will not be published.